નડિયાદમા જલારામ બાપાની ૨૨૪ મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવાઇ.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમા જલારામ બાપાની ૨૨૪ મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવાઇ
નડિયાદ સહિત જિલ્લામાં જલારામ બાપાની રવિવારે ૨૨૪ મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવાઇ
આ નિમિતે જલારામ મંદિરોમાં અન્નકૂટ સહિત વિવિધધાર્મિક કાર્યક્રમો યોજાયા નડિયાદ શહેરના કપડવંજ રોડ એસ.આર.પી કેમ્પ સામે આવેલ જલારામ મંદિરમાં જલારામ બાપાની ૨૨૪ મી જન્મ જયંતી ઉજવાઇ આ નિમિતે સવારે૭.૧૫ કલાકે આરતી. અને સવારે ૯.૩૦ કલાકે ધજા આરોહણ, ત્યારબાદ જલારામ બાપાને વિવિધ પ્રકારની મીઠાઇ, ફરસાણ સહિત વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો બપોરે ૧૨ કલાકે અન્નકૂટની મહાઆરતી થઇ આ પર્વ પ્રસંગે સવારે ૧૦થી ૨ વાગ્યા દરમિયાન મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું સાંજે ૬.૩૦ કલાકે આરતી અને રાત્રે ૯ કલાકે ભજનસંધ્યાનો કાર્યક્રમ યોજાયો અન્નકૂટના દાતા મહેન્દ્રભાઇ પટેલ, મંદિરનાસંસ્થાપક ભાનુભાઇ પારેખ, મહેશભાઈ પારેખ સહિત મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા આ ઉપરાંત જિલ્લામાં આવેલ નેનપુર, તોરણિયા, લાભપુરા, ખેડા, વસોમાં જલારામ બાપાની ૨૨૪ મી જન્મ જયંતી ઉજવાઇ આ પર્વ પ્રસંગે અન્નકૂટ,મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક યોજવાઇ મંદિરને રોશની શણગારવામાં આવ્યું છે.