ઝાલોદ નગરમાં બાબા શ્યામના જન્મોત્સવને લઈ ભક્તોમાં જોવા મળતો અનેરો ઉત્સાહ.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ નગરમાં બાબા શ્યામના જન્મોત્સવને લઈ ભક્તોમાં જોવા મળતો અનેરો ઉત્સાહ.
વણકતળાઇ હનુમાનજી મંદિરના પ્રાંગણમાં આવેલ શ્યામ બાબાનું ચમત્કારિક મંદિર સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરતું હોવાનો શ્યામ પ્રેમીઓમાં દ્રઢ વિશ્વાસ ઝાલોદ નગરમાં કાર્તિક સુદ અગ્યારસના રોજ બાબા શ્યામનો જન્મોત્સવ આવી રહેલ છે. આ જન્મોત્સવ તારીખ 23-11-2023 ગુરુવારના દિવસે વણકતળાઈ હનુમાનજી મંદિરમાં આવેલ પ્રાંગણમાં બાબા શ્યામનો જન્મોત્સવ ધૂમધામથી ઉજવવામાં આવનાર છે. શ્યામ પ્રેમીયો બાબા શ્યામનો જન્મોત્સવ ઉજવવા માટે થનગની રહેલ છે. દાહોદ જિલ્લામાં બાબા શ્યામનું એક માત્ર મંદિર ઝાલોદ નગરમાં હોવાથી મોટા પ્રમાણમાં બાબા શ્યામના ભક્તો જન્મોત્સવ નિમિત્તે યોજાનાર જાહેર ભજન સંધ્યાનો લાભ લેવા સહુ શ્યામ પ્રેમીયોને જાહેર આમંત્રણ છે. ઝાલોદ નગરનું શ્યામ મંદિર ચમત્કારિક અને સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે એવું દરેક શ્યામ ભક્તોનું માનવું છે. બાબા શ્યામના જન્મોત્સવ નિમિત્તે શ્યામ મંદિરે ફૂલો તેમજ ફુગ્ગા થી ભવ્ય સજાવટ કરવામાં આવનાર છે. બાબા શ્યામનું ભવ્ય દરબાર, અખંડ જ્યોત દર્શન, બાબા શ્યામના ભજન, માવાના કેક થી જન્મ દિવસની ભવ્ય ઉજવણી, છપ્પન ભોગ, ભજન સંધ્યા દરમિયાન પુષ્પ વર્ષા જેવા અનેક કાર્યક્રમો શ્યામ ભક્તો દ્વારા યોજાનાર છે. બાબા શ્યામના જન્મોત્સવ નિમિતે બાબા શ્યામના ભજનોની રમઝટ દરમ્યાન દરેક શ્યામ પ્રેમીઓ શ્યામ બાબાના મંદિરમાં નાચી ઝૂમી બાબા શ્યામને રીઝવવા થનગની રહેલ છે. આ ભવ્ય પ્રોગ્રામમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના શ્યામ ભક્તો મોટા પ્રમાણમાં આવનાર છે. દરેક શ્યામ પ્રેમી બાબાના જન્મોત્સવ નિમિતે બાબા શ્યામના જન્મોત્સવ નિમિતે રાખેલ જાહેર પ્રોગ્રામનો લાભ લઈ બાબા શ્યામના આશીર્વાદ મેળવે તેવું નગરના શ્યામ પરિવાર તરફથી જાહેર આમંત્રણ છે.

