નડિયાદમાં પ્રેમ સંબંધનો દાઝ રાખી પરીણિતાના પતિ સહિત ચાર લોકોએ યુવકને મારમારતા ફરિયાદ.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમાં પ્રેમ સંબંધનો દાઝ રાખી પરીણિતાના પતિ સહિત ચાર લોકોએ યુવકને મારમારતા ફરિયાદ.
નડિયાદ શહેરમાં પાડાપોળમાં રહેતા અલ્પેશ ઉર્ફે લાલો લાલચંદભાઈ રાણા પોતે ડ્રાઈવિંગ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓને આ વિસ્તારમાં આવેલ પુનિત શેરીમાં રહેતી જીનલ રોનકભાઈ રાણા સાથે પ્રેમ-સંબંધ છે. જેને લઇને તા.૧૭ નવેમ્બર ૨૦૨૩ના રોજ રાત્રિના સમયે જીનલે અલ્પેશ ને ફોન કરીને જણાવેલ કે, મારો પતિ મને બહુ ત્રાસ આપે છે જો તું મને ભગાડી નહીં જાય તો હું આપઘાત કરી લઈશ. તેથી અલ્પેશ પોતાના મોટરસાયકલ પર સૌપ્રથમ પરીણિતાને બોરસદ લઈ ગયો જ્યાંથી સુરત બાજુ જવા રવાના થયા હતા.થોડા દિવસ ત્યાં રોકાયા બાદ ૨૨મી નવેમ્બરના રોજ આ બંને લોકો નડિયાદ પરત આવી ગયેલ હતા. સમજાવટ બાદ છુટાપડતી વખતે આ બંનેએ સંમતિથી મૈત્રી કરાર કરી લેવા નક્કી કર્યું અને મિશન રોડ પર આવેલ એચ.કે. કોમ્પલેક્ષમાં વકીલની ઓફીસમા બંને લોકો પહોંચ્યા હતા. તે સમયે ત્યાં અચાનક એક સફેદ કલરની ફોરવીલ ગાડી લઈને ચાર ઈસમો આવ્યાં જેમાં ધવલ અશ્વિનભાઈ રાણા અને પરીણિતાનો પતિ રોનક અશ્વિનભાઈ રાણા તેમજ અન્ય બે માણસો હતા.જેમના નામ પ્રકાશ રાણા અને વસંત ખ્રીસ્તી હોવાનું માલુમ પડેલ હતું. આ પ્રકાશ રાણા અને વસંત ખ્રસ્તીએ અલ્પેશ ઉર્ફે લાલાને ત્યાં આડેધડ માર મારવાનું ચાલું કરી દીધેલ હતું અને થોડીવાર બાદ રોનક અને ધવલ જીનલને રિક્ષામાં બેસાડી નીકળી ગયેલ હતા અને પ્રકાશ અને વસંતે બન્ને તેઓની ફોરવ્હીલ ગાડીમાં બેસાડી સલુણ બજાર ખાતે આવેલ રોનક રાણાના ઘરે લઈ ગયેલા હતા. પ્રકાશ રાણા ગાડી ચલાવતો હતો અને વસંતે તેને પકડીને પાછળની સીટ પર બેઠો હતો. મિશન રોડથી રોનકના ઘરે પહોચતા સમયે વસંત અલ્પેશને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. થોડીવારમાં રોનક રાણા તથા ધવલ રાણા પણ ઘરે આવી ગયેલ હતા. જ્યાં આ ચારેય લોકોએ અલ્પેશ ઉર્ફે લાલાને વારાફરતી માર મારવાનુ ચાલુ રાખેલ અને ધવલે અલ્પેશ ઉર્ફે લાલાને પાછળથી પકડી રાખ્યો હતો અને પ્રકાશ તેની ગાડીમાંથી લાકડાનો દસ્તો લઈને આવેલ અને તેમના ડાબા પગના ઢીંચણની ઢાંકણી પર જોર જોરથી ફટકા મારતા ઢાંકણી તુટી ગયેલ હતી. ત્યારબાદ આ લોકોએ યુવાનને સલુણ બજારમાં ઢસડેલ હતો. અને ફટકા મારતા ત્યારબાદ આ ત્રણેયે માથા પર ચા અને સોડા નાખતા હતા તે વખતે અલ્પેશના સંબંધીઓ આવી જતા અલ્પેશને ચારેયના ચુંગલમાંથી છોડાવ્યો હતો. આજે આ સમગ્ર મામલે અલ્પેશ ઉર્ફે લાલો લાલચંદભાઈ રાણાએ ઉપરોક્ત મારમારનાર ચારેય વ્યક્તિઓ સામે નડિયાદ પશ્ચિમ પોલીસમા ફરિયાદ નોંધાવી છે.