લીંબાસી તારાપુર રોડ પર બાઇક વીજ પોલ સાથે ભટકાતા ચાલકનું મોત નિપજ્યું.
નરેશ ગનવાણી નડિયાદ
લીંબાસી તારાપુર રોડ પર બાઇક વીજ પોલ સાથે ભટકાતા ચાલકનું મોત નિપજ્યું
લીંબાસીની હોસ્પિટલમાં ફરજબજાવતો કમ્પાઉન્ડર ગઈરાત્રીના સુમારેબાઈક પર નજીકની હોટલે ચાલેવા ગયો હતો. પરત આવતા બાઈક પહેલા ડિવાઈડર ત્યારબાદ પોલ સાથે ભટકાતા કમ્પાઉન્ડરને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં મોત નિપજયું હતું. પરિવારમાંશોકની લાગણી પ્રસરી જવા પામી હતી.માતર તાલુકાના સાયલા ગામે રહેતાપુનમભાઈ રોહિતનો નાનો દિકરોભાવેશ લીંબાસીમાં આવેલ શ્રીહરિહોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરીકરતો હતો. હોસ્પિટલમાં જ રહેતો હોવાથી અઠવાડિયામાં એકજ વાર ઘરે આવતોહતો. તા.૧૭ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ભાવેશ ચા લેવા માટે બાઈક પર હોસ્પિટલથી લીંબાસી કેનાલપર આવેલ રામદેવ હોટલેથી ચા લઈને પરત આવી રહ્યો હતો દરમિયાન લીંબાસી તારાપુર રોડ પરથી પસાર થતી વખતે તેનું ફુલસ્પીડમાં રહેલ બાઈક રોડ વચ્ચે આવેલ ડિવાઈડર સાથે ઘસડાઈને ડિવાઈડર વચ્ચે આવેલ વિજપોલ સાથે ભટકાયું હતું. ભાવેશનું માથુ પણ પોલ સાથે ભટકાવાથી માથાના ભાગે તેમજ જમણા પગમાંગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ ૧૦૮ને કોલ કરતાં ડોકટરેતપાસી તેને મૃત જાહેર કર્યો હતો. આબનાવ અંગે પુનમભાઈની ફરિયાદનેઆધારે લીંબાસી પોલીસેગુનો નોંધીઆગળની કાર્યવાહી હાથ છે .


