નડિયાદ પ્રવાસ સેવા અંતર્ગત નડિયાદ-સોમનાથ ખાતેની નવીન બસનું લોકાર્પણ કાર્યક્રમ કરાયું.
નરેશ ગનવાણી નડિયાદ
નરેશ ગનવાણી
નડિયાદ પ્રવાસ સેવા અંતર્ગત નડિયાદ-સોમનાથ ખાતેની નવીન બસનું લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો
નડિયાદ બસ ડેપો ખાતે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત નવીન સ્લીપર કોચ નડિયાદ-સોમનાથ પ્રવાસ સેવા બસનું લોકાર્પણ કરવામાં આવ્યું. એસ.ટી.ના કાફલામાં હવે નવીન ડિઝાઇનની બસો આવનાર છે. જેના ભાગરૂપે નાગરિકોની સેવામાં વધારો કરી સારી વ્યવસ્થા મળી રહે તે અંતર્ગત નડિયાદ ડેપોથી નડિયાદ સોમનાથના રૂટમાં સરકાર દ્વારા નવી એસ.ટી બસ ફાળવવામાં આવી છે. એસ. ટી. નિગમની પ્રતિષ્ઠામાં વધારો કરતી આ નવી સ્લીપર તેમજ નાગરિકો માટે પ્રવાસ સેવા અંતર્ગત નડિયાદ બસ સ્ટેન્ડ ખાતે આ બસનું લોકાર્પણ કરતા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ એસ.ટી. બસ સ્ટોપને સ્વચ્છ રાખવા તમામ નાગરિકોને અપીલ કરી હતી. કાર્યક્રમ અંતર્ગત મધર કેર સ્કૂલના બાળકો દ્વારા શુભ યાત્રા સ્વચ્છ યાત્રા થીમ આધારિત નૃત્ય નાટિકા દ્વારા સ્વચ્છતા અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે નડિયાદ બ્લડ બેન્ક સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમજ એક વૃક્ષ અનેક વૃક્ષ ના સૂત્રને સાર્થક કરવા નડિયાદ વર્કશોપ ખાતે વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એસટી વિભાગના પરિવહન અધિકારી, ડેપો મેનેજર તથા અન્ય અધિકારી અને કર્મચારી સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.