નડિયાદ સહિત જિલ્લામાં નાતાલ પર્વની ઉત્સાહભેર ઉજવણી.
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ સહિત જિલ્લામાં નાતાલ પર્વની ઉત્સાહભેર ઉજવણી
નડિયાદ શહેરના મિશન રોડ પર આવેલ મેથોડિસ્ટ ચર્ચ અને એલીમ ચર્ચમાં સોમવારે નાતાલ પર્વ નિમિતે સવારે ધર્મગુરૂ દ્વારાપ્રભુ ઇસુના જન્મ દિન પ્રસંગે ખાસ ધર્મ પ્રવચન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના અને ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યા ખ્રિસ્તીબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાત્રિ દરમિયાન શહેર સહિત જિલ્લામાં ખ્રિસ્તી મહોલ્લા .સોસાયટીઓ તથા શેરીઓમાં ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંબાળકો થી માંડી મોટેરાઓ પણ મનમૂકીને આનંદ માણતાં જોવા હતા. પ્રભુઇસુનાજન્મદિન નિમિતે કેક કાપીને સંગીતની ધૂન સાથે ક્રિસમસ નાઇટ સેલિબ્રેટ કરવામાં આવી હતી. તેમજ ૧૨૬ વર્ષ જૂના મેથોડિસ્ટચર્ચમાં ધર્મગુરૂ દ્વારા ધર્મકાર્યક્રમો પ્રવચન કરવામાં આવ્યું હતું.ચર્ચ રંગબેરંગી લાઇટોની રોશનીથી શણગારવામાં આવ્યુ છે.રાત્રે ચર્ચ વિસ્તારમાં મેળા જેવા માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં આવેલ તમામ ચર્ચને રોશનની શણગારવામાં આવ્યા છે. અને નાતાલ નિમિતે વિવિધ ધાર્મિક ધર્મકાર્યક્રમો યોજાયા હતા. તા. ૩૧ડિસેમ્બરના રોજ રાત્રે ૯.૩૦ થી ૧૨ વાગ્યા સુધી ચર્ચમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ત્યારબાદ નવા વર્ષના વધામણાં ઉત્સાહભેરકરવામાં આવશે.
