યાત્રાધામ ડાકોરમાં ૩ દિવસ અગાઉ બનેલા ચેઈન સ્નેચિગના ગુનાનો ભેદ ઉકેલાયો.

નરેશ ગનવાણી નડિયાદ

યાત્રાધામ ડાકોરમાં ૩ દિવસ અગાઉ બનેલા ચેઈન સ્નેચિગના ગુનાનો ભેદ ઉકેલાયો

  પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બે ચેઇન સ્નેચર મહિલાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એકજ ગામની આ બે મહિલાઓ અગાઉ દારૂના ગુનામાં પણ પકડાયેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પંચમહાલ જિલ્લાના કલોલ તાલુકાના દેલોલ ગામે રહેતા  કમળાબેન અરવિંદભાઈ રાઠોડ  ૨૬મી ડીસેમ્બરના રોજ ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયના મંદિરે દર્શન કરવા આવ્યાં હતા.  દરમિયાન સ્ત્રી વિભાગમાં કોઈ અજાણી મહિલાએ કમળાબેનના ગળામાં પહેરેલ આશરે એક તોલાની સોનાની ચેઈન નજર ચુકવી સરકાવી લીધી હતી. કમળાબેને આ મામલે ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ડાકોર પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે  ઘટનાને અંજામ આપનાર મહિલા સુધી પહોંચવામાં  સફળતા મળી હતી. પોલીસે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના રતનપુરા ગામે રહેતી ગીતાબેન ઉર્ફે કમળાબેન મેલાભાઈ ચુનારા અને સુમિત્રાબેન રૂપે કાજલ રમેશભાઈ ચુનારાને ઝડપી પાડી હતી પૂછપરછ કરતા ઉપરોક્ત ચેન્જ સ્નેચિંગ તેઓએ પોતે કરી હોવાનું કબુલાત કરી હતી. એકજ ગામની આ બંને મહિલાઓ અગાઉ દારૂના ગુનામાં પણ પકડાયેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આથી પોલીસે આ બંને મહિલાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: