નડિયાદ સંતરામ જન સેવા ટ્રસ્ટ, ધ્વારા સર્જરી નાં કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ.

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ સંતરામ જન સેવા ટ્રસ્ટ, ધ્વારા સર્જરી નાં કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ

શ્રી સંતરામ મહારાજ નાં ૧૯૩ માં સમાધિ મહોત્સવ નિમિત્તે સંતરામ નેત્ર ચિકિત્સાલય મા નિ:શુલ્ક જનરલ સર્જરી નાં કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. શ્રી સંતરામ સમાધિ સ્થાન સંચાલિત સંતરામ જન સેવા ટ્રસ્ટ, નડિયાદ દ્વારા પ.પૂ. મંહત રામદાસજી મહારાજની આજ્ઞા તથા શુભઆશીર્વાદ થી શ્રી સંતરામ મહારાજ નાં ૧૯૩ માં સમાધિ મહોત્સવ નિમિત્તે તદ્દન નિ:શુલ્ક જનરલ સર્જરી નાં કેમ્પ નું આયોજન  સંતરામ નેત્ર ચિકિત્સાલય માં કરવામાં આવ્યુ હતું. જનરલ સર્જરી વિભાગમાં સારણગાંઠ, પિત્તાશયની પથરી,હરસ-મસા અને ગર્ભાશયની કોથળી નાં ઓપરેશન માટે તપાસ થયા બાદ હવે પછીથી તપાસ કરેલ દર્દીને શ્રદ્ધા હોસ્પિટલ બોરસદ ખાતે તદ્દન નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવશે. જેમાં દર્દીને લાવવા- લઈ જવા માટે તેમજ દર્દી તથા દર્દીની સાથેની વ્યક્તિને રહેવા જમવા માટેની ની સગવડ પણ તદ્દન નિ: શુલ્ક પૂરી પાડવામાં આવશે.આ કેમ્પ માં કુલ ૩૪૨ દર્દીઓએ લાભ લીધો હતો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!