ઝાલોદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સાપ્તાહિક એન.એસ.એસ. કેમ્પનું આયોજન કરાયુ.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સાપ્તાહિક એન.એસ.એસ. કેમ્પનું આયોજન કરાયુ.
મઘાનીસર ખાતે કરવામાં આવ્યું તા.10/01/24 ના રોજ કે.આર. દેસાઈ આર્ટ્સ & કોમર્સ કોલેજ દ્વારા સાપ્તાહિક એન.એસ.એસ વાર્ષિક શિબિર 2023-24 ના સ્વયં સેવકો દ્વારા મઘાનિસર મુખ્ય પ્રાથમિક શાળામાં મુલાકાત લીધી. જેમાં *ગામના અગ્રણી મુકેશભાઈ ડામોર*, *જિલ્લા પંચાયતના સભ્ય સુમનબેન ડામોર*,*સરપંચ રીંકુબેન* શાળાના આચાર્ય તથા કાર્યરત શિક્ષકો પણ હાજર રહ્યા હતા.બાળકોને પોતાનો અને એન.એસ.એસ શું છે અને કઈ રીતે રાષ્ટ્રને સેવા આપવામાં સ્વયં સેવકો પોતાનું યોગદાન આપે છે તે અંતર્ગત બાળકોને પરિચય આપ્યો. તેમજ બાળકો સાથે વર્ગખંડોમાં અલગ અલગ અભિનંયો અને ખુબ આનંદમય વાર્તાલાપ કર્યો હતો.


