નડિયાદ સી.બી. પટેલ આર્ટસ કોલેજના યજમાન પદે જિલ્લા કક્ષાની વકૃત્વ સ્પર્ધા યોજાઈ.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ સી.બી. પટેલ આર્ટસ કોલેજના યજમાન પદે જિલ્લા કક્ષાની વકૃત્વ સ્પર્ધા યોજાઈ
નડિયાદ સી. બી.પટેલ આર્ટસ કોલેજ યજમાન પદે મંગળવારે સવારે ૧૧ કલાકે નહેરુ યુવા કેન્દ્ર નડિયાદ તથા એન.એસ.એસ. યુનિટના સંયુક્ત ઉપક્રમે ખેડા જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધા આયોજિત થઈ હતી. આ સ્પર્ધામાં ખેડા જિલ્લાની વિવિધ કોલેજોમાંથી કુલ ૨૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વિકસિત ભારત ૨૦૪૭ વિષય તેમજ મિશન સ્વચ્છ સાયબર ભારત ચરિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ શીલ,સંસ્કૃતિ અને સદાચાર ની રક્ષા વર્તમાન સમયની અનિવાર્યતા, મૂલ્ય શિક્ષણ, રાષ્ટ્રીય સેવા યોજના, એક ભારત શ્રેષ્ઠ ભારત જેવા વિભિન્ન વિષયો પર આ સ્પર્ધામાં સ્પર્ધકોએ પોતાનો ઉત્સાહ અને પોતાના વિચાર પ્રદર્શિત કર્યા હતા. પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરીને નેહરુ યુવા કેન્દ્રના ચેરમેન રાઠવા સર, પ્રોગ્રામ કોર્ડીનેટર સંજયભાઈ,નિર્ણાયક ગણ ડો.કલ્પનાબેન ત્રિવેદી તથા ડો.કલ્પનાબેન ભટ્ટ તેમજ ડો. પ્રકાશભાઈ વિછીયા નું સ્વાગત કરી સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. સ્પર્ધાના અંતે નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં સી.બી. પટેલ આર્ટસ કોલેજ,નડિયાદનો વિદ્યાર્થી વાઘેલા સુનિલ રાજેશભાઈ પ્રથમ નંબરે , ચૌહાણ તેજેન્દ્ર ભીમસિંહ દ્વિતીય નંબરે , અમીન પૂર્વી તથા મલેક નાઝનીન તૃતીય નંબરે વિજેતા બન્યા હતા. વાઘેલા સુનિલ રાજેશભાઈ ને રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રતિભાગી બનવા પસંદગી થઈ છે. તથા ચૌહાણ તેજેન્દ્રની ભિમસિંહ યુનિવર્સિટી કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદગી થયેલ છે. દરેક સ્પર્ધકોને તેમજ વિજેતા વિદ્યાર્થીઓને આચાર્યએ ગાંધીનગર હોવા છતાં ટેલીફોનિક વાતચીત થી અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નેહરુ યુવા કેન્દ્ર નડિયાદના સહકારથી સી.બી.પટેલ આર્ટસ કોલેજ, નડિયાદના એન.એસ.એસ. યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડો.પ્રકાશભાઈ વિછીયાએ કર્યું હતું.