કપડવંજ જીવનશિલ્પ કેમ્પસમાં અનોખી રીતે રામોત્સવની ઉજવણી કરવામાં આવી.
નરેશ ગનવાણી નડિયાદ
કપડવંજ જીવનશિલ્પ કેમ્પસમાં અનોખી રીતે રામોત્સવની ઉજવણી કરવામાં આવી
સમગ્ર દેશમાં શ્રી રામચંદ્ર ભગવાનના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી જોર શોરથી થવા જઈ રહી છે ત્યારે કપડવંજ ખાતેના જીવનશિલ્પ કેમ્પસમાં અનોખી રીતે રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કેમ્પસના ધોરણ ૨ થી ૧૨ સુધીના ૧૦૦૮ વિદ્યાર્થીઓએ ૪૦૦ ફૂટ લંબાઈમાં જય શ્રી રામ નામની માનવ સાંકળ બનાવી ઈતિહાસ રચ્યો હતો. આ પ્રસંગે પ્રભુ શ્રી રામના બાલ્યવસ્થાથી રાજ્યભિષેક સુધીની જીવન ચરિત્રની ઝાંખી કરાવતું પ્રદર્શન યોજાયું હતું જેમાં બાળકોએ વેશભૂષા ધારણ કરી રામાયણના વિવિધ પાત્રોને જીવંત બનાવ્યા હતા. આ પ્રસંગે કપડવંજ વિભાગના ડીવાયએસપી વી એન સોલંકી સાહેબ ,કપડવંજ નગર પ્રથમા વર્ષાબેન પંચાલ , પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી મણીભાઈ પટેલ, આરએસએસ ખેડા જિલ્લા કાર્યવાહ દિલીપભાઈ પંચાલ તથા અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ મહેમાનોનું કંકુ તિલકથી સ્વાગત કરી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવોએ પ્રભુ શ્રીરામ ની આરતી ઉતારી પ્રભુના જીવન ચરિત્ર દર્શાવતા પ્રદર્શનને વિધિવત રીતે ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે જીવનશિલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિપુલભાઈ પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કરી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. સોલંકીએ ઉદબોદન કરતા જણાવ્યું કે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા ની ઉજવણીની અનુભૂતિ કરાવતો અનોખો કાર્યક્રમ કેમ્પસમાં યોજાયો છે .નગર પ્રથમા વર્ષાબેન પંચાલે શ્રી રામજીના જીવનચરિત્રને યાદ કરી બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. પૂર્વ ગૃહમંત્રી મણીભાઈ પટેલે પ્રભુ શ્રીરામના જીવનની ઝરમર ઝાંખી કરાવતા અનોખા પ્રદર્શનની સરાહના કરી જીવનશિલ્પ કેમ્પસ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે જીવનશિલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન જે પી પટેલે સમગ્ર જીવનશિલ્પ કેમ્પસ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા તથા સેક્રેટરી નીતિનભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરી હતી


