ઝાલોદ નગરમાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ધાર્મિક થીમ પર ટેલેન્ટ ઓફ ઝાલોદનું સુંદર આયોજન કરાયું.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ નગરમાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ધાર્મિક થીમ પર ટેલેન્ટ ઓફ ઝાલોદનું સુંદર આયોજન કરાયું

પાંચ વર્ષના બાળક થી લઈ નગરના, સ્કૂલ, સંસ્થા તેમજ નગરના લોકોએ અયોધ્યા રંગમાં રંગાયા

અયોધ્યા ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહેલ છે તે અંતર્ગત ઝાલોદ નગર પણ મારું ગામ અયોધ્યા નગર અંતર્ગત વિવિધ ધાર્મિક પ્રોગ્રામના રંગે નગર રંગાઈ ગયેલ છે. ભારત દેશના આરાધ્ય દેવ એવા શ્રી રામના ભગવાનના પુનઃ રાજ્યાભિષેકને સહુ આવકારી રહેલ છે. નગરના સહુ લોકોએ સ્વેચ્છીક રીતે પોતાનું ઘર અને મકાનને રંગોળી ,રોશની તેમજ સંધ્યા સમય દરમિયાન દીવા પ્રગટાવી રામ ભગવાનના પ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર બનાવી રહેલ છે. ભગવાન રામના 500 વર્ષ પછી પોતાનું મહેલ મળતા નગરજનોમા ખુશી જોવાઈ રહેલ છે. નગરમા ભવ્યાતિભવ્ય રીતે ઉજવણીની રૂપરેખામાં રોજેરોજ પ્રભાત ફેરી, રાત્રિ દરમ્યાન રામ ફેરી, ટેલેન્ટ ઓફ ઝાલોદ, રામ જાગરણ, વિવિધ મંદિરોમાં ઘંટનાદ ધાર્મિક પ્રોગ્રામ થકી ભગવાન રામના પ્રતિષ્ઠા મહોત્સવને અનુરૂપ આરતી , એલ.ઇ.ડી પર સામૂહિક પ્રતિષ્ઠા મહોત્સવ જોઈ રામ ભગવાનના પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી, મહાપ્રસાદ, નગરમાં રામ યાત્રા જેવા સામૂહિક પ્રોગ્રામ થકી આખું નગર હાલ રામમય બની ગયેલ છે. નગરમાં ચારેબાજુ રાત્રી દરમ્યાન રોશની, મંદિરોમાં રોશની, નગરમાં સજાવટ દ્વારા કેશરીયા તોરણ તેમજ શહીદ રાજેશ ચોકની સજાવટ નગરમાં દિવાળી પછીની મોટી દિવાળી જેવો માહોલ નગરમાં જોવાઈ રહેલ છે. નગરમાં સોશિયલ મીડિયા પર પણ હાલ રામમય સ્ટેટસ તેમજ પ્રચારને નગરમાં ધાર્મિક પ્રોગ્રામને વેગ આપેલ છે. આજરોજ તારીખ 21-01-2024ના રોજ નગરમાં ટેલેન્ટ ઓફ ઝાલોદનો અવિસ્મરણીય ધાર્મિક પ્રોગ્રામ યોજાયો. નગરના સહુ લોકોએ આ ધાર્મિક પ્રોગ્રામને ખૂબ સુંદર પ્રતિસાદ આપ્યો. ટેલેન્ટ ઓફ ઝાલોદ પ્રોગ્રામની શરૂઆત શહીદ રાજેશના પરિજનો અને કારસેવા કરવાં ગયેલ ઉપસ્થિત લોકો દ્વારા દિપ પ્રાગટય ,આરતી અને ભારતમાતા પૂજન અને શહીદ રાજેશની કારસેવાને બિરદાવી તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રોગ્રામ ચાલુ કરવામાં આવેલ હતું. ઉપસ્થિત કારસેવકોના પરિવારજનો તેમજ કારસેવકો અને નગરમાં જે તે સમયે જોડાયેલ કારસેવાને લગતી પ્રવૃત્તિને લઈ સહુ લોકોનું શાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યું હતું. ટેલેન્ટ ઓફ ઝાલોદ ધાર્મિક પ્રોગ્રામને ગણેશ વંદના, રામ ચરિત્ર વિશે સુંદર પ્રસ્તુતિ, બાબરી ધ્વંસ પર સુંદર નાટ્ય પ્રદર્શન, રામ-લક્ષ્મણ-જાનકી-હનુમાન-વાનર સેનાની સુંદર ઝાંખી બાળકો દ્વારા , પાંચ વર્ષની બાળકી દ્વારા હનુમાન ચાલીસા પઠન, ઝાંસી શિવાજી જેવા યોદ્ધાઓનું સુંદર પ્રદર્શન, બિરસામુંડાની ઝાંખી તેમજ ધાર્મિક ભજનો પર બાળકો દ્વારા નૃત્ય કરી સુંદર રજૂઆત તેમજ જીતેન્દ્ર આચાર્યએ નારદ બની નારાયણ નારાયણ કરી આખા પ્રોગ્રામને જીવંત રાખ્યું હતું.

ઉપસ્થિત સહુ પ્રદર્શન બાળકોને સુંદર પ્રસ્તુતિ કરવાં માટે ઇનામો આપી તેમને આવકારવામાં આવ્યા હતા તેમજ વિજેતાઓને રામ મંદિરની લાકડાની પ્રતિમા અને રામ મંદિરની ફ્રેમ દ્વારા તેમના ઉત્સાહ વધારવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સુંદર સ્ટેજ સંચાલન ભરત શ્રીમાળી અને રાજેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ નગરના દરેક કાર્યક્રમમાં ભાગ લઈ નગરમાં ઉત્સાહ વધારતા જજ તરીકે બહાદુરસિંહ ગોહિલ, ડૉ મહિપ અગ્રવાલ તેમજ અંજનાબેન પટેલે સેવાકીય સુંદર કાર્ય કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને આગવી શૈલીમાં પોતાની સુજબુજ થી સુંદર રીતે પ્રદર્શિત કરવામાં અગ્નેશ પંચાલનો સુંદર ફાળો રહેલ હતો તેમજ અન્ય કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: