ફતેપુરા તાલુકાના આદિવાસી સમાજમાં કુરિવાજો દૂર કરવા આગેવાની કરનાર આગેવાનો ને કેટલાક લોકો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના આદિવાસી સમાજમાં કુરિવાજો દૂર કરવા આગેવાની કરનાર આગેવાનો ને કેટલાક લોકો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી.
કુરિવાજો દૂર કરવા આગેવાનો સાથે હાજરી આપનાર આગેવાનને ડી.જે ચાલુ રાખવા ધમકી આપનાર બાર સાલેડા ના ચાર આરોપીઓ વિરુદ્ધ એફ.આઇ.આર દાખલ કરવામાં આવી.
ફતેપુરા તાલુકાના મેહુલકુમાર હુમાભાઈ તાવીયાડ સામાજિક કાર્યકર તરીકે કાર્યરત છે. અને જેઓ સમાજ માટે વિવિધ પ્રવૃત્તિઓ પણ કરે છે.તેવી જ રીતે આદિવાસી સમાજમાં ફેલાયેલા કુરિવાજોને દૂર કરવા બિરસામુંડા ભવન દાહોદ મંડળને સહકાર આપી રહ્યા છે.અને જેઓ ફતેપુરા તાલુકાના. બારસાલેડા ગામના પોહટલી ફળિયા ના વતની છે.જેઓ એ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા જણાવ્યું છે કે,બારસાલડા ગામમાં સમાજના આગેવાનોએ ગામમાં આદિવાસી સમાજમાં લગ્નમાં દહેજ,દારૂ,ડી.જે જેવા ખોટા ખર્ચાઓ સદંતર બંધ કરવા અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો.જેનો વિરોધ કરી નાચતા જઈ મેહુલભાઈ તાવિયાડના ઘર આગળ આવી મેહુલભાઈને મા-બેન સમાણી બિભત્સ ગાળો આપી મેહુલ ભાઈ ને”તું ડી.જે બંધ કરવા માટે નિયમો બનાવે છે,પણ તારું આ ગામમાં નહીં ચાલે,આ ગામમાં ડી.જે ચાલુ રહેશે,તારે જે કરવું હોય તે કરી લેજે અને આ ગામમાં રહેવું હોય તો ડી.જે ચાલવા દેજે,નહીં તો તને પતાવી દઈશું”તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા મેહુલભાઈ તાવીયાડે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત બાબતે મેહુલભાઈ તાવીયાડે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા,(૧)બચુભાઈ વરસીંગભાઇ કટારા(૨)બાબુભાઈ કાળુભાઈ કટારા(૩)કાળુભાઈ જગાભાઈ કટારા તથા(૪)રાહુલભાઈ માનસિંગ ભાઈ કટારા તમામ રહે. બાર સાલેડા તા.ફતેપુરા જી.દાહોદના ઓની વિરુદ્ધમાં આઇ.પી.સી કલમ-૫૦૪,૫૦૬(૨)તથા૧૧૪ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

