ઝાલોદ પોલિસને ધાવડીયા ચેક પોસ્ટ પરથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં મળી સફળતા.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ પોલિસને ધાવડીયા ચેક પોસ્ટ પરથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં મળી સફળતા
ઝાલોદ પોલીસ ગુનાહિત પરિબળો તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઇસમોને ઝડપી પાડવા સતત નગરમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમ્યાન ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ તેમજ સી.પી.આઇ એચ.સી.રાઠવાના માર્ગદર્શન હેઠળ ધાવડીયા ચેક પોસ્ટ પર આવતા જતા વાહનોની ચેકિંગ કરી રહેલ હતા તે દરમ્યાન પી.એસ.આઇ એમ.એમ.માળીને બાતમી મળેલ હતી કે રણધીકપુર પોલિસ સ્ટેશન ખાતે પ્રોહી.ના ગુન્હામાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપી નિલેશ કાનીયા મકવાણા ( કાચલા ફળીયુ, ઘાવડીયા) મોનાડુંગર બાજુથી ધાવડીયા ચેક પોસ્ટ થી બાઈક લઈને નીકળનાર છે ચેકિંગ દરમ્યાન પોલીસને મળેલ બાતમી મુજબ બાઇક લઇને આવતા યુવકને રોકી પોલિસ દ્વારા કોર્ડન કરી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે.

