લગ્ન પ્રસંગમાંથી ઘરે જતા પિતા-પુત્રને અકસ્માત નડયો.
નરેશ ગનવાણી નડિયાદ
લગ્ન પ્રસંગમાંથી ઘરે જતા પિતા-પુત્રને અકસ્માત નડયો,
પિતાનું મોત નિપજ્યું અમદાવાદ-ઇન્દોર હાઇવે પરના ગાડવેલ પૂલ પર લગ્ન પ્રસંગમાંથી ઘરે જતા પિતા-પુત્રના મોપેડને અજાણ્યા વાહન ચાલકે અડફેટ મારી હતી જેમાં ગંભીર રીતે ઘવાયેલા પિતાનુ સારવાર દરમિયાન મોત થયું હતુ. ત્યારે પુત્ર શરીરે ઈજા થઈ હતી. મહેમદાવાદ તાલુકાના પથાવત માં રહેતા દિપકભાઇ શકરાભાઇ ઝાલા અને તેમનો દિકરો સચિન મોપેડ પર બુધવારે બગડોલ ગામમાં મિત્રના લગ્નમાં ગયા હતા. બપોરે અઢી વાગે લગ્ન સમારંભ પૂર્ણ કરી પિતા-પુત્ર મોપેડ પર પરત ઘરે આવી રહ્યા હતા. ત્યારે અમદાવાદ-ઇન્દોર હાઇવે પરના ગાડવેલ પૂલ પર કોઇ અજાણ્યા વાહન ચાલકે અડફેટ મારી અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ અજાણ્યા વાહન ચાલક બનાવના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘવાયેલા પિતા-પુત્રને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં કઠલાલની હોસ્પિટલમાં ખસેડ્યાં હતા. ત્યાંથી દિપકને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યાં હતા જ્યા દિપકનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.

