નડિયાદ પાસે એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં લકઝરી બસ પલ્ટી ખાઇ જતાં બે લોકોના મોત
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ પાસે આવેલ એક્સપ્રેસ હાઇવે પર શુક્રવારની સાંજે પસાર થતી એક ખાનગી લકઝરી બસ પલટી ખાઇ ગઇ હતી. જેના કારણે અંદર બેઠેલા લોકોમાં બુમાબુમ થઇ ગઇ હતી. આ ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જ્યારે બનાવની જાણ થતાં ૧૦૮ બનાવ સ્થળે દોડી આવી હતી.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર શુક્રવારે સાંજના સમયે નડિયાદ પાસેના હાઇવે ટોલનાકા નજીક અમદાવાદ થી પીના જઇ રહેલી ટ્રાવેલ્સની લકઝરી બસ ડાકોર તરફના માર્ગ પર બસ પલટી ખાઈ જતાં. બસમાં બેઠેલા લોકોમાં રાડારાડ થઈ ગઈ હતી. આ ઘટનામાં બસ નીચે દબાઇ જતાં બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અક્સ્માતની જાણના પગલે ૧૦૮ની ચાર એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સાથે એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. બસમાં સવાર પેસેન્જરને બહાર કાઢવા માટે ક્રેઈનની પણ મદદ લેવામાં આવી છે.