ફતેપુરા તાલુકાની અંગ્રેજી માધ્યમની શ્રી હરિ પબ્લિક સ્કૂલ માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિજ્ઞાન મેળો યોજાયું.

શબ્બીર ભાઈ સુનેલવાલા

આજ રોજ તારીખ 28-02-2024 બુધવાર ના દિવસે ફતેપુરા તાલુકાની અંગ્રેજી માધ્યમની શ્રી હરિ પબ્લિક સ્કૂલ માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day) ના ઉપલક્ષ્યમાં વિજ્ઞાન મેળા ( Science Fair) ની ખુબ જ ઉત્સાહ થી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત ફતેપુરા તાલુકાના પોલીસ સ્ટેશન થી પધારેલ મુખ્ય મહેમાન PSI તડવી સાહેબે રિબન કાપીને કરી હતી. આ વિજ્ઞાન મેળામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના વિજ્ઞાનને લગતા જીવંત તેમજ કૃત્રિમ પ્રોજેક્ટ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. જેમાં ( Solar system, Water cycle, Earth Gravitation force, Seed Germination, Filter water, Volcano, Air pressure) જેવા વિવિધ પ્રકારના 60 જેટલા પ્રોજેક્ટ પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં. આ વિજ્ઞાન મેળામાં વિધાર્થીઓનો ઉત્સાહ વધારવા તમામ વાલી મિત્રોએ પણ મુલાકાત લીધી હતી. સંપુર્ણ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી શ્રીમાન ચિરાગ પટેલ સાહેબ, આચાર્ય શ્રીમતી ચયાન્શી પટેલ, ઉપ આચાર્ય શ્રી ક્રિષ્ના સર તેમજ શાળાના તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: