નહેરુ યુવા કેન્દ્ર દાહોદ દ્વારા કારઠ મુકામે બ્લોક લેવલ સપોર્ટ પ્રોગ્રામનુ આયોજન કરાયું.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

નહેરુ યુવા કેન્દ્ર દાહોદ દ્વારા કારઠ મુકામે બ્લોક લેવલ સપોર્ટ પ્રોગ્રામનુ આયોજન કરાયું

આજ રોજ તારીખ 07/09/2024 નેહરુ યુવા કેન્દ્ર ,દાહોદ દ્રવરા ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા, કારઠ ખાતે બ્લોક લેવલ સ્પોર્ટ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં લીંબુચમચી ,સંગીત ખુરશી,લંગડી દોડ કબાડી,જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું,તેમાં વિદ્યાર્થી મિત્રોએ રમત ગમતમાં ભાગ લીધો અને વિજેતા વિદ્યાર્થીઓને નેહરુ યુવા કેન્દ્ર દ્વારા ઇનામ ,પ્રમાણપત્ર આપવામા આવ્યાં સાથે શાળાના આચાર્ય રણજિત મુનીયાઆએ વિદ્યાર્થીઓને રમત ગમતનું મહત્વ જીવનમાં ખુબ જ રહેલું છે તે વિશેષ ઉત્બોધન આપ્યું,ભુરીયાભાઇ દ્વારા વિદ્યાર્થીને શાળા થી ઓલમ્પિક સુધીની સફર કરવા માર્ગદર્શન આપ્યું,સાથે ઉપસ્થિત પરેશ ઝાડ રમત થી સ્વસ્થ શરીર,સ્વસ્થ શરીર તો ઉત્તમ શૈક્ષણિક સિદ્ધિ તેમણે જણાવ્યું હતું. નેહરુ યુવા કેન્દ્રના હિમાંશુ કુમાર લબાના સાથે શાળાના શિક્ષકો ,બારીયાભાઇ ,અજયભાઇ ,હરિચંદ્રભાઇ ,પ્રિતેશભાઇ પાયલબેન ,દિપાલીબેન હાજર રહીને સાથ અને સહકાર થી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!