સંજેલી તાલુકામાં મહાશિવરાત્રી નિમિત્તે શિવાલયો હર હર મહાદેવ ના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા.
કપિલ સાધુ
સંજેલી તાલુકામાં મહાશિવરાત્રી નિમિત્તે શિવાલયો હર હર મહાદેવ ના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા .
સંજેલી ભીમનાથ મહાદેવ મંદિર , રત્નેશ્વર મહાદેવ તેમજ નેનકી પાટ મહાદેવ મંદિર , પીછોડા નાગ ચંદ્રેશ્વર મહાદેવ ખાતે હવન પૂજન મહા આરતી મહાપ્રસાદી સહિતના કાર્યક્રમોનું કરવામાં આવ્યું હતું આયોજન.
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સંજેલી તાલુકામાં ઠેર શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી વહેલી સવારથી જ શિવભક્તો મંદિરે પહોંચ્યા હતા . તેમજ જળ અભિષેકથી પૂજન કરી પ્રાર્થના સાથે ભગવાન ભોળાનાથ ના આશીર્વાદ મેળવ્યા હતા . સંજેલી તાલુકામાં ઠેર ઠેર શિવાલયોને શણગારવામાં આવ્યા હતા ત્યારે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા વહેલી સવારેથી જ આરતી મહાપ્રસાદી ના કાર્યક્રમ સાથે મહાશિવરાત્રી પર્વની સંજેલી તાલુકામાં શિવ ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી સંજેલી તાલુકામાં ભીમનાથ મહાદેવ મંદિરે ભાંગ મહાપ્રસાદી મહા આરતી તેમજ પ્રસાદ સહિત મંદિરમાં પૂજન કરવામાં આવ્યું હતું ભક્તોએ દર્શન માટે લાઈન લાગી હતી જળ અભિષેક કરવામાં આવ્યું હતું તેમ જ રત્નેશ્વર મહાદેવ તેમજ નેનકી ગામના પાટ મહાદેવના મંદિરે પણ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો સાથે હવન પૂજન આરતી તેમજ મંદિર દર્શનનો કાર્યક્રમ ચાલ્યો હતો નેનકી ખાતે વર્ષોથી મેળાનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે સંજેલી તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ત્યારે મેળાની સાથે સાથે મંદિરે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી .