નડિયાદ પાસેથી કારમાંથી રૂપિયા ૧.૮૧ લાખનો વિદેશી દારૂ સાથે બે ઇસમોની અટકાયત

નરેશ ગનવાણી નડિયાદ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેના નડિયાદથી વડોદરા જવાના ટોલનાકા પર પસાર થતી કારને વોચમાં ઉભેલ સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસના માણસોએ રોકીને રોકિ  કારમાં સવાર ડ્રાઈવર અને અન્ય એક શખ્સ એમ બે ઈસમોની પુછપરછ કરતા તેઓએ પોતાના નામ કાર ચાલક માંગારામ ઉર્ફે માંગીલાલ હનુમાનરામ ચૌધરી (રહે.બાડમેર, રાજસ્થાન) અને વિનોદ જગદીશભાઈ ગુજ્જર (ઉદેપુર, રાજસ્થાન) જણાવ્યું હતું. કારની તલાસી લેતાં કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેની ગણતરી કરતા કાચની નાની મોટી બોટલો મળી કુલ ૧૮૧૬ નંગ કિંમત રૂપિયા ૧ લાખ ૮૧ હજાર ૬૦૦નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે આ બંને ઈસમોને  વધુ પૂછપરછ કરતાં પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી કે આ દારૂનો જથ્થો સાબરકાંઠાની વિજયનગર બોર્ડરથી રાજસ્થાનની આશરે એક કિલોમીટર અંદર જતા રસ્તામાં એક વાઇન શોપ આવેલ છે તે વાઇન શોપ સોહન ઉર્ફે સોનુની છે અને તેણે આ દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. આ દારૂનો જથ્થો વડોદરા ખાતે મોકલવાનો હતો.
આ વાઇન શોપના મેનેજર પવન ગોસ્વામીએ દારૂના ઠેકેદાર સોહન ઉર્ફે સોનુના કહેવાથી અમને ત્યાંથી ભરી આપ્યો હોવાની વિગતો પોલીસ સમક્ષ કબૂલી છે.
એક ટ્રીપ મારવાના ૫ હજાર ૫૦૦ ડ્રાઈવરને અને સાથે રહેલા અન્ય શખ્સને ૧૫૦૦ બુટલેગર ચૂકવી આપે છે તેમજ વડોદરા ખાતે લેવા આવનાર ઈસમ ૨ હજાર ટિપ્સ આપે છે. આથી પોલીસે આ પાંચેય ઈસમો વિરૂદ્ધ નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: