વડતાલ પોલીસે ચોરી બાઇક સાથે બે ઇસમોની અટકાયત કરી

નરેશ ગનવાણી નડિયાદ

પોલીસે બાતમી આધારે આણંદથી આવતા ગોમતી તળાવ પાસે નંબર વગરની ચોરીના બાઇક સાથે બે ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

વડતાલ પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે  દરમ્યાન બાતમી મળેલ કે બે ઇસમો ચોરીના બાઇક સાથે આણદં તરફથી
વડતાલ ગોમતી તળાવ તરફ આવનાર છે જેથી પોલીસ વોચ ગોઠવી હતી. દરમિયાન સામેથી બાઇક પર બે લોકો આવતા તેમને રોકી નામઠામ પુછતા  પોતાના નામ આકાશ કનભુ ભાઇ મોહનભાઇ પરમાર તથા (૨) કમલેશભાઇ  અશોકભાઇ મગંળભાઇ પરમાર બનં રહે મોટી ભાગોળ મોગરી આણંદ. ઇસમો પાસેથી બે નબંર પ્લટે વગરના બાઇક મળી આવેલ બાઇક બાબતે પુછપરછ કરતા જણાવેલ કે  એક બાઇક   તા. ૯ માર્ચ ૨૦૨૪ ના રોજ  કાવીઠા આણદં ખાતેથી તથા બીજુ  બાઇક દોઢેક માસ પહેલાં વિધ્યાનગર જનતા ચોકડીએથી ચોરી કરી હોવાની જણાવેલ  ચોરીના બે  બાઇક જેની કિંમત રૂ. ૮૦ હજારના મુદ્દામાલ માલ સાથે અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!