ઇપ્કોવાળા હોલ ખાતે મહિલા આર્ટ્સ કોલેજની વિધાર્થીનીઓનો  ટેલેન્ટ શો યોજાઇ

નરેશ ગનવાણી નડિયાદ

ગુજરાત ભરની કોલેજિયન ગર્લ્સના ટેલેન્ટ શો માં સર્વપ્રથમ વખત થયેલાં આ વિચક્ષણ
પ્રદર્શનમાં દબાયેલા વર્ગની સંઘર્ષ કરતી વિદ્યાર્થીની બહેનોએ પોતાનું કૌશલ્ય રજૂ કર્યું હતું. જેમાં સંગીત, નૃત્ય
કે ચિત્ર ઉપરાંત ક્રૂડ મેકીંગ, યોગ ભરત-વિણ, પતંગ પૈકીંગ, પશુપાલન અને ખેતમજુરી જેવી રજૂઆતો કરી હતી.

નડિયાદના મીલ રોડ પર આવેલ ખેડા જિલ્લાની એક માત્ર યુટીએસ સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજની
વિધાર્થીનીઓનો એક અનોખો ટેલેન્ટ શો ઇપ્કોવાળા હોલ ખાતે યોજાઇ ગયો. આસપાસના ૨૦૦ ગામડાઓમાંથી આ કોલેજમાં ભણવા આવતી છોકરીઓ સામાન્ય અને સંઘર્ષરત પરિવારની હોય છે. તેમાં ય મોટા ભાગની દલિત, મુસ્લિમ પછાત વર્ગની છોકરીઓ હોય છે. આ એકએક વિદ્યાર્થીનીઓના સંઘર્ષની આગવી કહાણી છે. સામાન્ય જીવનમાં કર્યો પણ ન હોય તેવી કેટકેટલી વિપરીત પરિસ્થિતિઓ સામે લડીને આ વિદ્યાર્થીનીઓ ભણવા આવે છે. તેમાં ય પોતાની કળા-કૌશલ્યનો ઉપયોગ કરી ઘરનો આધાર બને છે. આવી
દિકરીઓએ આ શોમાં સ્ટેજ પર પોતાની આવડત બતાવી હતી.‘સો દા‘ડા સાસુના, એક દા’ડો વહુ’નો જેવા વિચક્ષણ ટાઇટલ હેઠળ આ વિદ્યાર્થી ઉત્સવ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં કોલેજની દિકરીઓએ રાંધણકળા, અભિનય ગીત, રંગોળી, મેકઅપ કૈશન, મહેંદી, સીવણ જેવી
સ્ત્રીઓ સાથે પરંપરાથી સંકળાયેલી આવક્તો. ઉપરાંત સેલ્ફ ડિફેન્સ, યોગ ગરબા સુશોભન, પતંગ મેકીંગ,
પશુપાલન, ખેતમજૂરી, વેસ્ટમાંથી બેસ્ટ જેવી બીજી ઘણી અનોખી અને અભૂતપૂર્વ કળા પ્રદર્શિત કરી હતી. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિધાર્થીનીઓ અને વર્તમાન વિધાર્થીનીઓના ટેલેન્ટ બતાવવાની સાથેસાથે ભવિષ્યની વિદ્યાર્થીનીઓની ટેલેન્ટ પણ ઉજાગર કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને પ્રજ્ઞાચક્ષુ આસ્થાના મેમણે પોતાના સુરીલા કંઠથી રજૂ કરેલ ગરબા અને ફિલ્મી ગીત સાંભળીને પ્રેક્ષકોની આંખો ભીની બની હતી. તો પાંચ પાંચ મિનિટ માટે રજૂ થયેલા
દરેક ટેલેન્ટ જોઇને પણ હોલમાં ઉપસ્થિત સૌ ગળગળા બન્યા હતા. અંગ્રેજીમાં જેને ટીઅરજર્કર કહે છે, તેવી લોકોને રડાવી દે તેવી કોઇ રજૂઆત ન હોવા છતાં છોકરીઓની સંઘર્ષ અને સફળતાની કથાઓ અને તેનું જે રીતે મંચ પરથી ગૌરવ કરવામાં આવ્યું તે જોઇને કેટલાયની આંખો સજળ બની હતી. ‘સો દા’ડા સાસુના એક દા’ડો વહુનો કાર્યક્રમમાં સમાજ, સાહિત્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા ઘણાં મોટા
મહાનુભાવો આવ્યા હતા. જેમાં સણોસરાની યુનિવર્સિટીના પૂર્વ ક્લપત્તિ અને જાણિતા શિક્ષણશાસ્ત્રી ભદ્રાયુ વચ્છરાજાની, ગુજરાતના જાણિતા જીવનચરિત્ર લેખક બિરેન કોઠારી, નયિાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટના સેક્રેટરી જજ જોશી ડીજીપી ધવલ બારોટ પૂર્વ સાંસદ કે.ડી. જેસ્વાણી, અને નડિયાદ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ ઉપરાંત શહેરના અગણિત અને અગ્રણી ડોક્ટર્સ, વકીલ, વેપારીવર્ગ, શાળા કોલેજના આચાર્યોથી માંડીને વિદ્યાર્થીની બહેનોના વાલીઓનો મોટો સમૂહ હોલમાં માત્ર પ્રેક્ષક બનીને ગોઠવાઇ ગયા હતા. નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ અને પાલિકાના  કાઉન્સીલર પ્રિતીબેન વાઘેલા  પણ દિકરીઓ વચ્ચે ગરબે ઘૂમવા માંડયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: