શ્યામ પરિવાર દ્વારા અગ્યારસ નિમિતે ફાગોત્સવ સાથે ભવ્ય દરબાર સજાવવા જોવા મળતો અનેરો થનગનાટ ફાગોત્સવની બારસ નિમિતે બાબા શ્યામના મહાપ્રસાદનુ આયોજન કરાયું

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ ઝાલોદ

શ્યામ પરિવાર દ્વારા અગ્યારસ નિમિતે ફાગોત્સવ સાથે ભવ્ય દરબાર સજાવવા જોવા મળતો અનેરો થનગનાટ ફાગોત્સવની બારસ નિમિતે બાબા શ્યામના મહાપ્રસાદનુ આયોજન કરાયું

તારીખ 20-03-2024 બુધવારના રોજ શ્યામ બાબાના મંદિરે ફાગણ મહિનાની અગ્યારસ નિમિત્તે ફાગ ઉત્સવ ઉજવવામાં આવનાર છે. ફાગણ મહિનામા આવતી અગ્યારસ મોટી ગણવામાં આવે છે. પ્રતિવર્ષ ની જેમ આ વર્ષે પણ વણકતલાઇ હનુમાનજી મંદિરે શ્યામ પરિવાર ઝાલોદ દ્વારા ફાગોત્સવ ઉજવવાનું નક્કી કરેલ છે. ઝાલોદ નગરમાં બાબા શ્યામના મંદિરે અગ્યારસ નિમિતે રાજસ્થાન, ગુજરાત તેમજ મધ્યપ્રદેશ થી ભક્તો દર્શનાર્થે મોટા પ્રમાણમાં અવિરત પણે આવતા રહે છે. શ્યામ પરિવાર ઝાલોદ દ્વારા ફાગ ઉત્સવ નિમિત્તે શ્યામ બાબાના મંદિરે વિશેષ પ્રોગ્રામોનુ આયોજન કરેલ છે. જેમાં બાબા શ્યામનો ભવ્ય દરબાર, અખંડ જ્યોત, છપ્પન ભોગ, ફૂલોની હોળી, ચંગ ઘમાલ જેવા વિશેષ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. સાથે સાથે ચુલકાનાઘામ થી આવનાર વિશેષ ભજન પ્રવાહક સાહીલ શર્મા બાબા શ્યામના ભજનોનુ થાળ બાબા શ્યામના ભક્તોને પીરસસે. ફાગણની બારસ નિમિતે મંદિર કમિટી દ્વારા મહાપ્રસાદનુ આયોજન 21-03-2024 ગુરુવારના રોજ સાંજે 5 વાગ્યાથી યોજવામાં આવનાર છે. દરેક શ્યામ પ્રેમી બાબા શ્યામ સાથે મિલન કરવા અગ્યારસના ભજન અને બારસના મહાપ્રસાદનો લ્હાવો અચૂક લે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: