નડિયાદમાં ગટરનું પાણી રોડ ઉપર ફરી વળતા વાહન ચાલકોને હાલાકી
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ શહેરમાં નાગરવાડ ઢાળ લઈ અને પીજ ભાગોળ સુધી ગટરના ગંદા પાણી રેલાય છે. આ મામલે સ્થાનિકો દ્વારા પાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી હોવાછતાં પરિસ્થતિમાં કોઇ ફેર પડ્યો નથી. નડિયાદ શહેરના નાગરવાડના ઢાળથી લઇને પીજ ભાગોળ સુધીના માર્ગ ઉપર ઉભરાતી ગટરના પાણી રોડ ઉપર ફરી વળતાં હોવાને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ મામલે સ્થાનિકો દ્વારા પાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવાછતાં પણ ઉભરાતી ગટરની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેને કારણે હાલમાં તો આ વિસ્તારમાં રહેતાં લોકોને અને અવરજવર કરતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઢાળ ઉપર રેલાતાં પાણીમાંથી પસાર થવામાં લોકોને મુશ્કેલી પડે છે. નજીકમાં આવેલા મંદિરમાં આવવા જવા દર્શનાર્થીઓને પણ ગટરના પાણી થઇને જઉ પડે છે. ત્યારે પાલિકા દ્વારા સત્વરે આ ઉભરાતી ગટરની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
