રિવર્સ લઈ રહેલા આઇસર ટ્રકે મહિલાને અડફેટે લેતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ કમળા ચોકડી પાસે રિવર્સ લઈ રહેલા આઇસર ટ્રકે મહિલાને ટક્કર મારી સારવાર દરમિયાન મહિલાનુ મોત નિપજાવ્યું. આ બનાવ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

નડિયાદ શહેરમાં ખાડ વાઘરીવાસમા રહેતા  મંજુલાબેન લાકડા લેવા માટે કમળા ચોકડી પાસે ગયા હતા.  મંજુલાબેન કમળા ચોકડી પાસેથી નડિયાદ તરફના રોડ પર આવતા હતા ત્યારે એક આઈસર ટ્રકના ચાલકે રિવર્સ લેતા ચાલતા આવતા મંજુલાબેનને અડફેટે લીધા હતા. જેથી મંજુલાબેન રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. મંજુલાબેને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા  સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તબિયત બગડતા વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં રસ્તામાં તેમનું મોત નિપજ્યું હતું. સમગ્ર બનાવની જાણ મહિલાના પતિ જ્યતિભાઈને થતાં તેઓ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. આ બનાવ મામલે તેમણે આઈસર ટ્રક ચાલક વિરૂધ્ધ નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની હાથધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!