વેચાણ આપેલ વાહનના હપ્તા ભરવાના કહેતા જાનથી મારી નાખવાની ધમકી આપી

નરેશ ગનવાણી નડિયાદ

મહેમદાવાદમાં યુવાને બનેવી મારફતે  પીકઅપ ડાલા વેચાણ આપી હતી વેચાણ રાખનાર બે લોકોએ વાહનના હપ્તા ન ભરતા અને ધમકી આપતા આ બનાવ મામલે યુવાને મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મહેમદાવાદમાં મારુતિનગર સોસાયટી પાછળ રહેતા કેતનભાઇ નરેન્દ્રભાઈ ડાભી એ નડિયાદની ખાનગી ફાઈનાન્સમાંથી લોન પર પીકઅપ ડાલુ વાહન લિધુ હતું. બાદમાં કેતનભાઇ આર્થિક સંકડામણમાં આવતા પોતાનું  વાહન વેચવાનું હતું  જેથી પોતાના બનેવી વિનોદભાઈ ખોડાભાઈ ચૌહાણ (રહે.કાચ્છાઈ, મહેમદાવાદ) મારફતે આ વાહન શેખ આસિફ ઇસ્માઈલભાઈ (રહે.ફતેવાડી, અમદાવાદ) અને ગુલામરસુલ મયુદ્દીન શેખ (રહે.વેજલપુર, અમદાવાદ)ને  વેંચાણ આપ્યું હતું. ત્યારે 300ના સ્ટેમ્પ પેપર પર વેચાણ કરાર કર્યો હતો. જેમાં ગાડીના બાકીના નિયમિત હપ્તા પણ આ બંને લોકો ભરશે તેઓ વિશ્વાસ આપ્યો હતો. આ વાહનની વેચાણની સંપૂર્ણ જવાબદારી કેતનભાઇ ના બનેવી વિનોદભાઈ ખોડાભાઈ ચૌહાણે લિધી હતી. જોકે વાહન વેચાણ આપ્યા બાદ એક પણ હપ્તો ભરાયો ન હતો. જેથી ફાઈનાન્સમાંથી માણસો કેતનભાઇના ઘરે આવ્યા હતા અને વાહનના હપ્તા બાબતે જણાવ્યું હતું જેથી કેતનભાઇએ વાહન વેચાણ રાખનારને ટેલીફોન કર્યો હતો  પણ ફોન ન ઉપાડતાં રૂબરૂ મળવા ગયા ત્યારે વાહન વેચાણ રાખનારે ગાળો બોલી અમે હપ્તો નહીં ભરીએ તારાથી જે થાય તે કરી લેજે અને હવે પછી આ બાબતે મારી સાથે કોઈ વાત કરી તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આથી કેતનભાઇ નરેન્દ્રભાઈ ડાભીએ વાહન વેચાણ રાખનાર બે ઈસમો અને પોતાના બનેવી મળી કુલ 3 વિરુદ્ધ મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: