વડતાલ મંદિર દ્વારા ૧૫ હજાર જોડી ચંપ્પલોનું વિતરણ કરવામાં આવ્યું
નરેશ ગનવાણી નડિયાદ

સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામ દ્વારા
શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અનેક સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે. અત્યારે આકાશમાંથી ગરમીનો કહેર વર્ષે છે ત્યારે વડતાલ સંસ્થા દ્વારા છારોડી એસજીવીપી ગુરુકુળ મેમનગરના યજમાન પદે ૧૫ હજાર ચંપલ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.. ૪૫ જેટલા વાહનોને વડતાલથી મુખ્ય કોઠારી ડો સંત સ્વામી , પુજ્ય બાપુ સ્વામી, ધર્મનંદન સ્વામીએ ધજા ફરકાવીને શરૂઆત કરાવી હતી.
રવિવારના રોજ દરિદ્રનારાયણ અને જરૂરિયાતમંદો માટે ૧૫ હજાર જોડી ચંપલ વિતરણનો સેવાયજ્ઞ યોજાયો હતો. જેનો દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ થયો હતો . પુ. સંત સ્વામી – મુખ્ય કોઠારી , પૂ.બાલકૃષ્ણસ્વામી – છારોડી , વલ્લભસ્વામી, શાસ્ત્રી હરિઓમસ્વામી પાઠશાળા તથા પાર્ષદ ભાસ્કરભગતજીએ મંગલ પ્રારંભ કરાવ્યો હતો. ભક્તોએ સંતોનું પૂજન કર્યું હતું. ચંપલ વિતરણ માટે ૪૫ રૂટ નક્કી કરવામાં આવ્યા હતા.તમામ રૂટ જતા સેવકોને સંતોએ જરૂરી સુચનાઓ સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. પ. પુ. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ફોનના માધ્યમે ગુરૂકુલ પરિવાર પર રાજીપો દર્શાવ્યો હતો. બાલકૃષ્ણ સ્વામીએ સેવાના અવસર બદલ વડતાલ સંસ્થાનો આભાર માન્યો હતો.. આજે છારોડી ગુરૂકુલથી ત્રણ સંતો અને ૨૫૦ ભક્તો પદયાત્રા કરીને વડતાલ પહોંચ્યા હતા તે સર્વનું પૂજન કરી હાર પહેરાવી સંતોએ આશીર્વાદ પાઠવ્યા હતા.. આ તાપમાં પદયાત્રા કરનાની શ્રદ્ધાને સહુએ કરતલ ધ્વનીથી વધાવી લીધી હતી.. આ સમગ્ર વ્યવસ્થા શ્યામ સ્વામી, પ્રિતેશભાઇ કરમસદવાળા , જીજ્ઞેશભાઈ વગેરે સ્વયંસેવકોની ટીમ દ્વારા કરવામા આવી હતી. આજે દરેક રૂટમાં ૨૫૦ જેટલા સ્વયંસેવકોએ શ્યામ સ્વામી તથા ભક્તિચરણ સ્વામી વગેરે સંતો સાથે મળીને ૧૧ થી ૪ ધોમધખતા તાપમાં ઉઘાડા પગે ચાલતા અને જરુરીયાતનંદ દરિદ્રનારાયણોને શોધી ચંપલનું વિતરણ કર્યું હતું.
