માતરના હાડેવા ગામે પરીણિત યુવતીનું પ્રેમીએ ગળું દબાવી મોત નિપજ્યું
નરેશ ગનવાણી નડિયાદ
માતર પાસે હાડેવા ગામની યુવતીના ૧૦ વર્ષ પહેલાં લગ્ન કરાયા હતા. છેલ્લા ૬ માસથી આ યુવતી પોતાના પતિના ઘરેથી નીકળી ગઈ હતી અને આ યુવતી અને પ્રેમી બંને પતિ-પત્ની તરીકે હોવાનું કહી માતરના હાડેવા ગામે રહેતા હતા. પાચ દિવસ પહેલા જ માતાએ સમજાવીને પોતાની સાથે લાવી હતી. ત્યારબાદ બહેનપણીને મળીને આવું કહીને યુવતી નીકળી અને પ્રેમી સાથે મળી તે દરમિયાન ઝઘડો થતાં આ પ્રેમીએ પરીણિત યુવતીનું ગળુ દબાવી હત્યા કરી છે. આ બનાવમાં હત્યારાની પોલીસે અટકાયત પણ કરી છે.
આણંદના કરમસદ જીઆઈડીસી નવાપુરા વિસ્તારના કૈલાસબેન ચીમનભાઈ ઠાકોર ની સૌથી મોટી દીકરી હિરલના આશરે ૧૦ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. હિરલને સંતાનમાં પુત્ર અને એક પુત્રી છે. જોકે આ પરીણિત હિરલને ખંભાતમાં રહેતા પૃથ્વીરાજ અગરસિહ રાઓલ સાથે પ્રેમ સંબંધ બંધાય હતો. જેથી હિરલે એકાએક પોતાના પતિનું ઘર છોડી છેલ્લા ૬ માસથી પ્રેમી સાથે રહેતી હતી. તો બીજી તરફ માતર તાલુકાના હાડેવા ગામના રાજુભાઇ લાલુભાઇ શેખે કૈલાસબેનને જણાવ્યું કે, તમારી દીકરી હિરલ અને આ પૃથ્વીરાજ રાઓલ બંને મારા ખેતરમાં પતિ-પત્ની તરીકેની ખોટી ઓળખ આપી રહે છે અને સાથે મજુરીકામે જાય છે. જેથી કૈલાસબેન પોતાની દીકરીને સમજાવી સાથે લઈ કરમસદ આવી ગયા હતા. ગઇકાલે આ હિરલે પોતાની માતા કૈલાસબેનને કહ્યું ચાલને આપણે હાડેવા ગામના રાજુભાઇ શેખની ખબર અંતર પૂછીને આવીએ જેથી તેણીની માતા તેની દીકરી અને માસી અને ફોઈ સાસુ તમામ લોકો હાડેવા ગામે બપોરે આવ્યા હતા. થોડીવાર રાજુભાઇ શેખના ઘરે બેઠા બાદ હીરલે કહ્યું કે હું મારી બહેનપણીને મળીને આવું છું તેમ કહી રાજુભાઇના ઘરેથી નીકળી હતી. લાંબો સમય વિતવા છતા હિરલ પરત ન આવતા આ રાજુભાઇએ પોતાના પુત્ર દ્વારા ગામમાં તપાસ કરાવી હતી. તો હિરલ અને પૃથ્વીરાજ રાઓલ બંને સુખદેવ ટેકરા વિસ્તારમાં આવેલી એક ફેકટરીના ગાર્ડ રૂમ પાસે હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ત્યાં પહોંચી આ રાજુભાઇના પુત્રએ તપાસ કરતા હિરલ નીચે જમીન પર પડેલી હતી અને પૃથ્વીરાજ ઓટલા પર બેઠો હતો. કૈલાસબેનને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા. જમીન પર પડેલ હિરલ હલનચલન ન કરતા મરણ ગયા હોવાનું કૈલાસબેનને લાગતા તેઓએ લીંબાસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આરોપી પૃથ્વીરાજ રાઓલની અટકાયત કરી પુછપરછ કરતા કહ્યું કે અમે બંને અહીયા મળવા આવ્યા હતા અને મે હિરલને કહેલ કે ચાલ મારી સાથે તે મારી સાથે આવવા તૈયર નહતી તેથી અમારી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. અને મે આવેશમાં આવી હિરલનુ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની કબૂલાત કરી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.