પ્રેમમાં પાગલ યુવાને પરીણિતા સાથે પ્રેમસંબંધ બાંધવા બળજબરી કરી કુવામાં ધક્કો માર્યો
નરેશ ગનવાણી નડિયાદ
એક તરફી પ્રેમમાં પાગલ થયેલા યુવાને સાસરેથી પિયરમાં આવેલી પરીણિતાને
પ્રેમ સંબંધ બાંધવા પરીણિતા સાથે બળજબરી કરી હતી. યુવતીએ ઈન્કાર કરતા યુવાને બળજબરીથી કુવા પાસે લઈ જઈને કુઈમાં ધક્કો મારી દીધો ત્યારબાદ યુવાન પોતે પણ કુવામાં પડી તેણીને ડુબાડવાનો પ્રયાસ કરી મારી નાખવાની કોશીશ કરી હતી. જોકે બુમાબુમ થતા લોકો દોડી આવ્યા અને આ બંને લોકોના જીવ બચી ગયા હતા. આ બનાવ મામલે પરીણિત યુવતીએ યુવાન સામે લીંબાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
માતર તાલુકાના એક ગામે પિયરમાં ગૌરીવ્રતની ઉજાણી કરવા આવેલી પરીણિતા સવારે ગામમાં આવેલ મંદિરે પૂજા કરવા જતી હતી. ત્યારે ગામમાં રહેતો યુવાન તેણીને અવારનવાર રસ્તામાં મળી પ્રેમ સંબંધ બાંધવા કહેતો હતો. યુવાન કહેતો પણ પરીણિત યુવતી ઈન્કાર કર્યો હતો અને યુવતીએ કહ્યું કે તુ મને આવી રીતે હેરાન ન કરીશ પણ યુવાને ન માન્યો સોમવારે પરિણિતા પૂજા કરવા જતી હતી ત્યારે બાઇક પર આવેલ યુવાને ગામની પ્રાથમિક શાળા નજીક ઉભી રાખી હતી.
અને એકદમ યુવતીને બાથમાં પકડી બળજબરી પૂર્વક નજીક આવેલા કુવા પાસે લઈ ગયો. જ્યાં કુઈમાં પરીણિતાને ધક્કો મારી દીધો હતો. અને પોતે પણ યુવાન કુઈમા પડ્યો. અને યુવતીને ડુબાડવા પ્રયાસ કર્યો હતો. બુમાબુમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને કુઈમાં દોરડુ નાખી બંનેને બચાવી લેવાયા હતા. ત્યારબાદ પરીણિત યુવતીએ પોતાની આપવીતી જણાવી હતી. ત્યારબાદ સમાધાન વાત ચાલતી હતી. પરંતુ યુવાનની હિંમત વધે નહીં તે હેતુસર પરીણિત યુવતીએ આ યુવાન સામે લીંબાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
