દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિર્ગુડે ફતેપુરા તાલુકાના પ્રાથમિક શાળા મધ્યાન ભોજન તેમજ સબ સેન્ટરની મુલાકાત લીધી.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિર્ગુડે ફતેપુરા તાલુકાના પ્રાથમિક શાળા મધ્યાન ભોજન તેમજ સબ સેન્ટરની મુલાકાત લીધી
દાહોદ જિલ્લા ના કલેકટર યોગેશ નિર્ગુડે ફતેપુરા તાલુકાના ઝૈર ગામના સબ સેન્ટરની તેમજ ગડરા ગામની પ્રાથમિક શાળાની તેમજ ઝેર ગામના પ્રાથમિક શાળાની મુલાકાત લઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને આપવામાં આવતું મધ્યાન ભોજન સેન્ટર ની મુલાકાત લઇ તૈયાર કરેલ ભોજન ટેસ્ટ કર્યો હતો તેમ જ મધ્યાન ભોજન લેતા બાળકો ની પૂછપરછ કરતા મધ્યાન ભોજન બાળકોને રોજેરોજ સરકારી નિયમ મુજબ અલગ અલગ પ્રકારનું ભોજન આપવામાં આવતો હોવાનો બાળકોએ કહ્યું હતું ફતેપુરા તાલુકાની કલેકટરશ્રીને યોગેશ નિર્ગુડે ની વિવિધ સેન્ટરની મુલાકાત દરમિયાન ફતેપુરા મામલતદાર એનએસ વસાવા તાલુકા વિકાસ અધિકારી શ્રી નાયબ મામલતદાર શ્રી બ્લોક હેલ્થ ઓફિસર આમલીયાર શાળા ના આચાર્યશ્રીઓ શિક્ષક શ્રી ઓ હાજર રહ્યા હતા મુલાકાત દરમિયાન દાહોદ કલેક્ટર યોગેશ નિર્ગુડે સંતોષ વ્યક્ત કર્યો હતો