ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા પોલ ખોલ અભિયાન હેઠળ વિવિધ વિસ્તારની મુલાકાત લીધી.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા પોલ ખોલ અભિયાન હેઠળ વિવિધ વિસ્તારની મુલાકાત લીધી
ઝાલોદ નગરની જનતા રામ ભરોસે..
જ્યાં જુઓ ત્યાં ગંદકી ,ઠેર ઠેર કચરાના ઢગલા. આમ આદમી પાર્ટી દ્વારા ઝાલોદ વિધાનસભા ઉમેદવાર અનિલ ગરાસિયાના નેતૃત્વમાં રવિવારે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઝાલોદ નગર પાલિકા વિસ્તારમાં પદયાત્રા યોજી ઝાલોદ નગરપાલિકા પોલ ખોલ અભિયાન ચલાવવામાં આવ્યું. જેમાં આપ ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી જયેશ સંગાડા, દાહોદ જિલ્લા મહિલા પ્રમુખ શ્રુતિબેન ડામોર, નિલેશ ભભોર મનસુખ ડામોર ઝાલોદ સંગઠનમંત્રી, સાગર ડામોર સોસીયલ મીડિયા ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા.
વિધાનસભા ઉમેદવાર અનિલ ગરાસિયા એ જણાવ્યું કે ઝાલોદ નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા છે, જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા છે .આપ ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી જયેશ સંગાડા એ જણાવ્યું કે 30 વર્ષના શાશન બાદ પણ ઝાલોદ બજાર ખુલ્લી ગટરો છે,રોડ રસ્તાની હાલત ખરાબ છે ચાંદીપુરા જેવી ગંભીર બીમારી હાલ ફેલાયેલી છે છતાં છતાં ઝાલોદ નગરપાલિકા તંત્ર ઊંઘમાં હોય એમ લાગી રહ્યું છે.
આવનાર 2 મહિના પછી આમ આદમી પાર્ટી નગરપાલિકાની પ્રત્યેક બેઠક ઉપર મજબૂતીથી ચૂંટણી લડશે અને આવનાર સમયમાં ઝાલોદ નગરપાલિકામાં બહુમતીથી જીતી ફક્ત એકજ વર્ષમાં ઝાલોદ નગરપાલિકા જનતાના ટેક્સના પૈસાનો સાચો સદુપયોગ કરી જનહિતના કામો કરશે..