ફુલપુરા પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ફુલપુરા પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી*
ફુલપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની રજા હોવાથી એક દિન પૂર્વે શાળાના પ્રાંગણમાં “વિશ્વ આદિવાસી દિવસની” ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજના એક એવા નાયક કે જેમનું નામ લોકો આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. જેમની તસવીરને ભારતીય સંસદના સંગ્રહાલયમાં સ્થાન આપવામાં આવ્યું છે તેવા ક્રાંતિકારી ‘બિરસા મુંડા’નોઇતિહાસ અને તેમના બલિદાનની માહિતી શાળાના શિક્ષકો દ્વારા અપાઈ તથા આ દિવસની ઉજવણીનું મહત્વ સમજાવ્યું. જેથી શાળાના વિદ્યાર્થીઓ પરંપરાગત પહેરવેશમાં આવ્યા હતા. અંતે આદિવાસી ઢોલના તાલે નૃત્ય અને ગીત સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન નરેશભાઈ દશરથભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

