ઝાલોદ તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા ૫૪૭ રાખડીઓ દેશની રક્ષા કરતા સૈનિકો માટે મોકલાઈ.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ *
ઝાલોદ તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા ૫૪૭ રાખડીઓ દેશની રક્ષા કરતા સૈનિકો માટે મોકલાઈ*
*રક્ષાબંધનના તહેવાર નિમિત્તે અમે બહાદુર સૈનિક ભાઈઓ માટે આ વખતે રાખડી મોકલીને જવાન ભાઈઓને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવીએ છીએ*.દાહોદ જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ ચાલતી આંગણવાડી કેન્દ્રોમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમજ ઝાલોદના સી.ડી.પી.ઓ. શ્રી નીલુબેન માછીના માર્ગદર્શન હેઠળ ઝાલોદ તાલુકાની તમામ આંગણવાડી કેન્દ્રોમાંથી કેન્દ્ર દીઠ એક રાખડી એમ ૫૪૭ રાખડીઓ દેશ ની રક્ષા કરતા સૈનિકો માટે મોકલવામાં આવી છે.
આઇસીડીએસ ઝાલોદ ઘટક-૧-૨-૩ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ આવી રહ્યો છે ત્યારે સૌ ભાઈ બહેનમાં ઉત્સાહ અને ઉમંગ જોવાય રહ્યો છે,પરંતુ કોઈ બહેનના ભાઈ જે દેશની સેવા કરી રહ્યા છે અને રક્ષાબંધનનો તહેવાર પોતાની બહેન સાથે ઉજવી શકે તેમ નથી તેવા આપણા દેશના સૈનિક ભાઈઓ પણ આ રક્ષાબંધન તહેવારમાં ભાઈને બેનનો પ્રેમ રાખડી સ્વરૂપે મળે તે માટે રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે ૨૧ સેજાના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કેન્દ્રદીઠ એક રાખડી કુલ ૫૪૭ રાખડી દેશની રક્ષા કરતા હંમેશા માટે પોતાના પરિવાર અને ભાઈબહેન થી દૂર રહેતા અને દેશની નિઃસ્વાર્થભાવે સેવા કરતા સૈનિક ભાઈઓ માટે મોકલવા માટે મહિલા અને બાળ વિકાસ કમિશ્નરશ્રીની કચેરી ગાંધીનગર ખાતે કુરિયર દ્વારા મોકલવામાં આવી છે.
દેશના સીમાડાઓની રક્ષા કરતા સૈનિક ભાઈઓ દિવસ રાત દેશની સેવા કરીને આપણને સુરક્ષિત અને હસતા રહેવા માટે ખડેપગે ફરજ નિભાવી રહ્યા છે. માં ભારતીની રક્ષા કરે છે પ્રભુ તેઓને હજી પણ મા ભારતીની સેવા કરવા માટે તાકાત આપે એવી શુભકામના સાથે સૈનિક ભાઈને અમે નમન કરીએ છીએ. આમ ભારતીય જવાનોને રક્ષાબંધનના શુભ અવસર પર અમારી શુભેચ્છાઓ મોકલી રહ્યા છીએ તમે અમારા ભાઈઓ જેવા છો અને અમને સુરક્ષિત રાખવા બદલ આપનો ખુબ ખુબ આભાર.