શ્રી સંતરામ વિદ્યાલયમાં તેજસ્વી તારલાઓનું સન્માન, વિધ્યાર્થીઓએ દાદા દાદી પૂજન કરી આરતી ઉતારી
નરેશ ગનવાણી નડિયાદ

ગુરૂવાર ને શરદ પુનમ ના રોજ શ્રી સંતરામ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય ગુજરાતી માધ્યમ તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત શ્રી નારાયણદાસજી મહારાજ ની વીસમી પુણ્યતિથિ નિમિત્તે, વિદ્યાલયના પ્રાંગણમાં તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ અને દાદા દાદી પૂજન કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ધોરણ ૧ થી ૧૨ માં ભણતા વિદ્યાર્થીઓ જે દરેક વર્ગમાં પ્રથમ એક થી દસ ક્રમમાં આવેલ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર તેમના જ દાદા દાદીના હસ્તે આપી સન્માનિત કરવામાં આવ્યા. તથા તેમના દાદા દાદી નું વિદ્યાર્થી તથા તેમના માતા પિતા દ્વારા પૂજન કરવામાં આવ્યું. સંસ્થાના ના પ્રમુખ પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજ તથા સંસ્થાના મંત્રી સંત નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના સુભાષિશ પાઠવ્યાં
