બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ દાહોદ હિન્દુ સમાજ દ્વારા આવેદન અપાયું.
અજય સાસી દાહોદ
છેલ્લા કેટલાક દિવસોથી આપણા પડોશી દેશ એવા બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ દાહોદ જિલ્લાના સમસ્ત હિંદુ સમાજ દ્વારા દેશના રાષ્ટ્રપતિને સંબોધન કરતું એક આવેદનપત્ર જિલ્લા સમાહર્તાને દાહોદને આપવામાં આવ્યું હતું.
છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર કટ્ટરપંથીઓ દ્વારા હુમલા કરી તોડફોડ કરવામાં આવી રહી છે. તેમજ બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ પર અમાનુષી અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. તેમજ હિંદુ મહિલાઓનું પણ અપહરણ કરી લાજ લૂંટવામાં આવી રહી છે. તેમજ તેઓને જાહેરમાં લાકડી તથા પાઇપ વડે મારવામાં આવી રહ્યો છે. આવા અમાનુષિ અત્યાચારના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેના પગલે સમગ્ર ભારતના હિન્દુ સમાજમાં બાંગ્લાદેશના કટ્ટર પંથીઓ સામે ભારે આક્રોશ ફેલાવા પામ્યો છે. અને હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને મંદિરો પરના હુમલાઓને ત્વરિત અટકાવવાની માંગણી કરતા આવેદનપત્ર દેશમાં ઠેર ઠેર હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવી રહ્યા છે. જેના પગલે આજે દાહોદ જિલ્લા હિન્દુ સમાજ દ્વારા જિલ્લા અદાલત ખાતેથી રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે જઈ રાષ્ટ્રપતિને સંબોધન કરતું એક આવેદનપત્ર જિલ્લા સમાહર્તાને આપવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ સમાજ હજારો વર્ષથી સમસ્ત વિશ્વને એક કુટુંબ તરીકે જુએ છે. અને વિશ્વનો હિન્દુ સમાજ પોતાની આવડત, મહેનત, ઈમાનદારી તેમજ પરિશ્રમ દ્વારા અનેક દેશોના વિકાસમાં મહત્વનો ફાળો આપી રહ્યો છે. અને પોતાના જેટલો જ પ્રેમ અને સદ્વ્યવહાર તે દેશ અને તે દેશના નાગરિકો પ્રત્યે રાખીને રહે છે. પરંતુ વર્તમાનમાં પાડોશી દેશ બાંગ્લાદેશમાં કટ્ટરપંથી મુસ્લિમ લોકોએ બાંગ્લાદેશમાં રહેતા દેશપ્રેમી હિન્દુ નાગરિકો સાથે અમાનવીય વર્તન કરી અનેક હિન્દુ નાગરિકોને મોતને ઘાટ ઉતારી અનેક બહેન- દીકરીઓનું અપહરણ કરી લાજ લૂંટી લાખો હિન્દુઓના ઘરોને આગને હવાલે કરી બેઘર કરેલ છે. તેમજ ત્યાંની સરકારે ઇસ્કોનના પૂજ્ય સંતોને પણ દેશદ્રોહ જેવા ખોટા આરોપ હેઠળ જેલમાં ગોંધી રાખેલ છે. અને દિન-પ્રતિદિન આત્યાચારી કટરપંથી લોકો તેમજ બાંગ્લાદેશની સેના મળીને નિર્દોષ હિંદુઓ પર વધુને વધુ હુમલા કરી રહેલ છે. જેથી દાહોદ જિલ્લાના સમસ્ત હિંદુ સમાજ દ્વારા ભારતના રાષ્ટ્રપતિને સંબોધન કરતું આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપી બાંગ્લાદેશના હિન્દુ સમાજને તાત્કાલિક રક્ષણ પૂરું પાડી તેમને જરૂરી મદદ દવા વગેરે પહોંચાડી કટ્ટરપંથી લોકો તેમજ તેમને મદદ કરતી બાંગ્લાદેશની સરકાર સામે તાત્કાલિક કડક પગલાં ભરવાની માગણી કરવામાં આવી છે.
[04/12, 5:57 pm] Pareshkaka press: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ દાહોદ હિન્દુ સમાજ દ્વારા આવેદન અપાયું

