દાહોદમાં આજે ફરી ૧૧ કોરોના પોઝીટીવ કેસોથી આરોગ્ય તંત્રમાં ચિંતાનો માહોલ યથાવત્
દાહોદ તા.૨૦
અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી
દાહોદમાં આજે ફરી ૧૧ કોરોના પોઝીટીવ કેસો આવતા દાહોદ જિલ્લાવાસીઓની ચિંતા યથાવત્? રહેવા પામી છે. આજના ૧૧ કોરોના પોઝીટીવ કેસો મળી કુલ આંકડો ૨૫૨ નો આંકડો પાર કરી ગયો છે અને એક્ટીવ કેસોની સંખ્યા કુલ ૧૩૩ ઉપર પહોંચી છે.
આજના કોરોના પોઝીટીવ કેસોમાં (૧) તરૂલતા સુરેશભાઈ બારીયા (ઉ.વ.૪૫,આદિવાસી સોસાયટી,દાહોદ), (૨) મંગળસિંહ ટીટા બારીયા (ઉ.વ.૬૨, નવા ફળિયા, દેસાઈવાડા,દાહોદ), (૩) હરીજન મહેશ એમ. (ઉ.વ.૧૭, રહે.ધીરજપુરા ફળિયુ,સંજેલી), (૪) ભરવાડ દિનેશભાઈ કાળુભાઈ (ઉ.વ.૩૫, શ્રીરામ હોટેલ, પાલ્લી, લીમખેડા), (૫) હરીજન નર્મદા એમ. (ઉ.વ.૩૦, રહે.ધીરજપુરા, કંજેટા), (૬) ભરવાડ સુરેશભાઈ અમરભાઈ (ઉ.વ.૪૦, રહે.શ્રીરામ હોટેલ, પાલ્લી, લીમખેડા), (૭) પ્રજાપતિ મુકેશ મોંગીલાલ (ઉ.વ.૩૫, નીચવાસ ફળિયુ,સીંગવડ), (૮) રેમલાભાઈ સડીયાભાઈ સંગાડીયા (ઉ.વ.૬૦, રહે.રળીયાતી, દાહોદ), (૯) ગુંજન મહેન્દ્રકુમાર શાહ (ઉ.વ.૪૧, ગોધરા રોડ,દાહોદ) (૧૦) ચંદ્રકાંત કાન્તીલાલ દરજી (ઉ.વ.૫૯, રહે.દાહોદ) અને (૧૧) સકીનાબેન ફીરોજભાઈ મુલ્લામીઠાવાલા (ઉ.વ.૫૭, રહે.સુજાઈબાગ,દાહોદ) એમ આ ૧૧ વ્યક્તિઓના આજે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. આ સાથે જ આરોગ્ય તંત્ર દ્વારા આ પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓના ટ્રેસીંગ શરૂ કરી દેવામાં આવ્યા છે અને તેઓને નિવાસ્થાન સહિત વિસ્તારમાં સેનેટરાઈઝરીંગની કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે. આભાર – નિહારીકા રવિયા