શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદની વિદ્યાર્થિનીને શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદની વિદ્યાર્થિનીને શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો.
શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરા (વિંઝોલ) ખાતે કુલઘ્યક્ષ તથા રાજ્યપાલ સન્માનનીય મહામહિમ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદની વિદ્યાર્થિની સરસ્વતીબેન નટવરભાઈ હરિજનને હિન્દી વિષયનો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. ઝાલોદ કોલેજના ઇતિહાસમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી શરૂ થઈ ત્યારથી સૌ પ્રથમવાર આ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હોવાથી સમગ્ર કોલેજ પરિવારે હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી હતી. કૉલેજના આચાર્ય શ્રી ડો.આશિષ મોદી સાહેબે તથા સંચાલક મંડળના હોદ્દેદારો શ્રી એસ. આર.રાવ સાહેબ તેમજ શ્રી ડૉ. પી. એમ. પટેલ સાહેબે પણ અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત હિન્દી વિભાગના અધ્યક્ષ ડો. વાય. પી. ઝાલા સહિત તમામ કૉલેજ પરિવારના સંભ્યોએ સરસ્વતીને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનદન પાઠવ્યા હતા.