ઠાસરા તાલુકામા રૂપિયા ૧.૨૪ લાખના દારૂ સાથે બે આરોપીને ઝડપ્યા, ૩ ફરાર
નરેશ ગનવાણી નડિયાદ

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે ઠાસરા તાલુકાના મોટા કોતરિયામાં દરોડો પાડી રૂપિયા ૧.૨૪ લાખનો દારૂ જપ્ત કરી બેની અટકાયત કરી છે. જ્યારે ભાગી ચૂકેલા ત્રણને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના મોટા કોતરીયા ગામ ખાતે રહેતો ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો રાઠોડ નામનો ઇસમ પોતાના મળતીયા મારફતે પોતાના ગામમાં પાણીના ટાંકી પાસે બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી છુટકમાં વેચાણ કરી કરાવે છે. તેમજ તેને પોતાના મકાનની આજુબાજુના બીજા કોઈના મકાનના ધાબા ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ છે. આ માહિતીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના ટીમે દરોડો પાડ્યો હતો જેમાં બે ઇસમો પકડાયા હતા. તેની પૂછપરછ કરતા નિકુલકુમાર અશોકભાઈ રાઠોડ, રહે. પાણીના ટાંકની સામે, અને ગીરીશકુમાર ચીમનભાઈ સોલંકી, રહે. ઠાસરા, હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો રાઠોડ વિશે પૂછપરછ કરતા નિકુલકુમાર અશોકભાઇ રાઠોડ જણાવેલ કે ધર્મેદ્ર ઉર્ફે ધમો મારો ભાઈ થાય છે. અને હાલ તે કામથી બહાર ગયેલ છે. દારૂની ગણતરી કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો નાની પ્લાસ્ટીકની બોટલ તથા બિયર ટીન મળી કુલ નંગ ૬૬૩ જે તમામની કિંમત રૂપિયા ૧ લાખ ૯ હજાર ૪૬૫ તથા મોબાઇલ ફોન, મળી કુલ રૂપિયા ૧ લાખ ૨૪ હજાર ૩૪૫નો મુદ્દામાલ કબજે કરી વોન્ટેડ-આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો અશોકભાઈ રાઠોડ, રહે-મોટા કોટરિયા, ઈશ્વરભાઇ રહે-બાવીયા અને અરવિંદભાઈ લલ્લુભાઈ રાઠોડ, વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
