ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલમા 1991 ના વર્ષમાં સાથે ભણતા મિત્રોનું પાંચમું સ્નેહ મિલન યોજાયું.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલમા 1991 ના વર્ષમાં સાથે ભણતા મિત્રોનું પાંચમું સ્નેહ મિલન યોજાયું
ઝાલોદ બી.એમ. હાઈસ્કૂલના પ્રાંગણમાં સને 1991 ના વર્ષમાં ધોરણ 10 માં સાથે ભણતા મિત્રો દ્વારા જૂની યાદો વાગોળવા માટે પાંચમું સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું. 1991 ના વર્ષમાં ધોરણ 10 માં સાથે અભ્યાસ કરતા મિત્રો વોટ્સઅપ ગ્રૂપ સાથે સંકળાયેલ છે અને આ ગ્રુપમા અંદાજીત 100 જેટલા મિત્રો સાથે સંકળાયેલ છે. 1991 માં ભણતા મિત્રો જૂની વાતો અને નાનપણની યાદો તાજા કરવા અવારનવાર સ્નેહમિલન યોજતા રહે છે. આજે તારીખ 29-12-2024 ના રવિવારના રોજ સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી સ્કૂલમાં સહુ મિત્રો ભેગા થયેલ હતા. આજે દરેક મિત્રોને નાનપણ જીવવું હતું દરેક મિત્રોના ચહેરા પર સહુને મળ્યાનો નિર્દોષ હાસ્ય હતું તેમજ દરેક મિત્રો એક બીજાને મળીને હાલચાલ પૂછવા લાગ્યા હતા અને ખરેખર દરેક મિત્રો આજે સ્કૂલમા રિષેશમા તેમજ પી.ટી ના ક્લાસમા રમાતી રમતો નાનપણ છે તે રીતે જ રમ્યા હતા જેમકે લંગડી, ખો ખો , સંગીત ખુરશી, પકડદાવ, ડાન્સ , ગરબા ,ટીમલી ,દોડ, પગ પર નાની લાકડી મૂકી બેલેન્સ જાળવી દોડવું, હાઉસી , ક્રિકેટ જેવી પરંપરાગત રમત સહુ મિત્રો ભેગા થઈ રમ્યા હતા. સહુ મિત્રો વર્ષો પછી સાથે મળતા એક બીજાને ભેટી પડ્યા હતા અને વાતો વાતોમાં જૂના સંસ્મરણો તાજી કરવા લાગ્યા હતા. સ્કૂલની મસ્તી અને બાળપણની મજા જો લેવી હોય તો સાચે જ જૂના મિત્રો સાથે જ મળે છે. દરેક મિત્રો આજે પોતપોતાના અંગત વ્યવસાય થી બહાર જતા રહેલ છે પણ ઝાલોદમા જૂની જિન્દગી દરેકને જીવવી હતી. તેથી દૂર દૂર રહેતા મિત્રો સંગાથ તેમજ મિત્રોનો સંગ મેળવવા આવી ગયેલ હતા. છેલ્લે દરેક મિત્રોને સમયનો અભાવ હોવાથી જવું પડે તેમ હતું પણ કોઈને મિત્રોનો સાથ છોડી જવું ન હતું. છેલ્લે છૂટા પડતાં દરેક મિત્રો એક બીજાને ગળે મળીને ફરી મળવાના કોલ સાથે છૂટા પડેલ હતા. આજની યાદો આંખોમાં વસાવતા દરેક મિત્રોના આંખોમાં હરખનો અનેરો આનંદ જોવા મળતો હતો.

