ઝાલોદ કેળવણી મંડળ સંચાલિત બી.એમ.હાઈસ્કૂલ ખાતે 76 માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ કેળવણી મંડળ સંચાલિત બી.એમ.હાઈસ્કૂલ ખાતે 76 માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી
ઝાલોદ નગરના કેળવણી મંડળ સંચાલિત સ્કૂલના પ્રાંગણમાં 76 માં ગણતંત્ર દિવસની ઉજવણી આન-બાન-શાન સાથે કરવામાં આવી હતી. ઝાલોદ કેળવણી મંડળના પ્રમુખ પટેલ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેળવણી મંડળના હોદ્દેદારો, નગરજનો, સ્કૂલ સ્ટાફના આચાર્યો ,શિક્ષકો, વાલીઓ તેમજ સ્કૂલના બાળકો વિશેષ ઉપસ્થિત રહેલ હતા. સ્કૂલમાં ગણતંત્ર દિવસ નિમિતે વિવિધ દેશ ભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવેલ હતા. આ પ્રોગ્રામમાં બાળકોએ ઉમંગભેર ભાગ લઈ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. કેળવણી મંડળના પ્રમુખ અતુલ પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં દેશની સિદ્ધિ ઓ વિશે વિવિધ દ્રશ્ટાંત આપી માહિતી આપી. છેલ્લે ભારત માતા કી જય , વંદે માતરમ્ તેમજ મેરા ભારત મહાન જેવા દેશ ભક્તિ સૂત્રો સાથે જયઘોષ અતુલ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. સાથે સાથે કેળવણી મંડળ સંચાલિત તમામ શાળાઓના વિધાર્થીઓને વ્યસન મુક્ત બને તેમજ એક આદર્શ શાળા બને તેવા મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.છેલ્લે કેળવણી મંડળના આમંત્રણ ને માન આપી પધારેલ સહુ લોકોનો આભાર માનવામાં આવ્યો હતો.

