ઝાલોદના ટાંડી ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.૯૩,૭૨૦ની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર
દાહોદ તા.૦૮
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટાંડી ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.૯૩,૭૨૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ઝાલોદના ટાંડી ગામે મંદિર ફળિયામાં રહેતાં કમુબેન ચીમનભાઈ બારીયાના બંધ મકાનમાં ગત તા.૧૧મી જાન્યુઆરીના રોજ કોઈ અજાણ્યા ચોર ઈસમોએ કમુબેનને બંધ મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ્યાં હતાં અને મકાનમાં મુકી રાખેલ તિજાેરીનો દરવાજાે ખોલી ડ્રોવરમાં મુકી રાખેલ સોનાની વિટી, સોનાનું મંગળસુત્ર, સોનાની બુટ્ટી શેરો, ચાંદીનું ભોરીયું, ચાંદીના નજરીયા, ચાંદીના નાના કડલા વિગેરે મળી કુલ રૂા.૯૩,૭૨૦ની મત્તાની તસ્કરો ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે કમુબેન ચીમનભાઈ બારીયાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

