મહેમદાવાદ નજીક પેપર મીલમાં આગ લાગવાની ઘટના બની
નરેશ ગનવાણી નડિયાદ

મહેમદાવાદના વરસોલા નજીક આવેલ પેપર મીલના કંપાઉન્ડમા ભીષણ આગ લાગતા નડિયાદ, આણંદ,ની ફાયર ફાયટર ટીમો દોડી આવી અને આગ પર પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ કરવામાં આવી.
મહેમદાવાદના વરસોલા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ પેપર મિલમાં રવિવારે બપોરે એકાએક આગ લાગી હતી. પેપરના પુંઠાનું કામ કરતી મિલમાં બહારની બાજુ અચાનક આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી. ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવતા નડિયાદ ફાયરબ્રિગેડના બે વોટરબ્રાઉઝર સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. આ પેપર મીલની બહાર પડેલ મુદ્દામાલમાં આકસ્મિક કોઈ કારણોસર આગ લાગી હતી. આ આગ ગણતરીના કલાકોમાં ફેલાઈ ગઈ હતી.

