મહુધા શહેરમાં થયેલી ૨.૧૩ લાખની લૂંટના કેસમાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું
નરેશ ગનવાણી નડિયાદ

મહુધાના રોહિતવાસમાં એક વૃદ્ધ દંપતીના ઘરમાં લૂંટની ઘટના બની હતી. લૂંટારુઓએ દંપતીને બંધક બનાવી ચપ્પુની અણીએ ૨.૧૩ લાખની લૂંટ ચલાવી હતી. પોલીસે માત્ર ૨૪ કલાકમાં જ આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો. સ્થાનિક પોલીસ, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને SOG પોલીસની ટીમોએ સંયુક્ત કામગીરી કરી પાંચ ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં કીરીટ મકવાણા (મહુધા), દેવ ઉર્ફે દેવો બારૈયા (મહુધા), નિલેશકુમાર પરમાર (વટવા), પાનવ રાણા (વટવા) અને હર્ષ ઉર્ફે સની ગોહિલનો સમાવેશ થાય છે. કોર્ટે આ તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. મહુધા પીઆઈ ગોહિલના જણાવ્યા મુજબ, રિમાન્ડ દરમિયાન લૂંટારુઓએ ઉપયોગ કરેલા રસ્તા અને લૂંટની પદ્ધતિની વિગતવાર તપાસ કરવામાં આવી.

