સીવીલ હોસ્પિટલ નડિયાદ દ્વારા સ્ક્રીનીંગ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
નરેશ ગનવાણી નડિયાદ

નડીઆદ મહાનગરપાલિકાના સહયોગથી ડુમરાલ ખાતે એન.સી. ડી વિભાગ, સીવીલ હોસ્પિટલ નડિયાદ દ્વારા સ્ક્રીનીંગ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બીપી. ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી.સાથે ઓ.આર.એસ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં ૪૦ લોકોએ જેનો લાભ લીધો હતો.આ સાથે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કાનૂની શિક્ષણ શિબિર નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદ મહાનગર પાલિકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર યોગીનગર,જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સૌ સભ્ય,સીવીલ હોસ્પિટલ સ્ટાફ, ડુમરાલ PHC સ્ટાફ,સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
