ધાનપુરના અગાસવાણી ગામે બે મોટરસાઈકલો સામસામે ધડાકાભેર અથડાતાં જમાઈ-સસરા પૈકી જમાઈનું મોત નીપજ્યું
advertisement

દાહોદ તા.૧૩
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અગાસવાણી ગામે બે મોટરસાઈકલો સામસામે ધડાકાભેર અથડાતા જેમાં એક મોટરસાઈકલ પર સવાર જમાઈ અને સસરા પૈકી જમાઈને શરીરે ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યાંનું જ્યારે સસરાને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
ગત તા.૧૨મી એપ્રિલના રોજ ધાનપુરના ખલતા ગરબડી ગામે પટેલ ફળિયામાં રહેતાં ૪૩ વર્ષિય મુકેશભાઈ જાેરસીંગભાઈ ભુરીયા પોતાના સસરા નરીભાઈ ભવાનભાઈ મખોડને સાથે લઈ એક મોટરસાઈકલ પર સવાર થઈ ધાનપુરના અગાસવાણી ગામે ગરબડી પટેલ ફળિયા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે સામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં અન્ય એક મોટરસાઈકલના ચાલકે મુકેશભાઈ મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં મુકેશભાઈ તથા તેમના સસરા નરીભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે મુકેશભાઈને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે નરીભાઈને પણ શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.
આ સંબંધે ભીમાભાઈ જાેરસીંગભાઈ ભુરીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


The point of view of your article has taught me a lot, and I already know how to improve the paper on gate.oi, thank you. https://www.binance.info/en/register?ref=JHQQKNKN