દાહોદ જિલ્લાના તળગામોના નિયંત્રિત વિસ્તાર સહિત ધાર્મિક સ્થળોએ અમૃતપેય ઉકાળાનું વિતરણ
દાહોદ તા.૧૧
કોરોના વાયરસ સામે બચાવ માટે આયુર્વેદિક ઉકાળા એક રામબાણ ઉપાય સાબિત થઇ રહ્યો છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા નાગરિકો હોંશે હોશેં ઉકાળા સેવન કરી રહ્યા છે. ત્યારે દાહોદ જિલ્લાના આયુર્વેદ વિભાગ દ્વારા અંતરિયાળ ગામોમાં જયાં કોરોનાના કેસ નોંધાયા છે અને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે ત્યાં ઉકાળા વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત જિલ્લાના ધાર્મિક સ્થળો ઉપર પણ ઉકાળા વિતરણની કામગીરી કરી નાગરિકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
દાહોદ જિલ્લાના અપ્રતિમ પ્રાકૃતિક સૌદર્ય ધરાવતા ધાર્મિક સ્થળોએ લોકો દર્શનાર્થે આવતા હોય છે. આ ધાર્મિક સ્થળોએ પણ આયુર્વેદ વિભાગ દ્વારા ઉકાળા વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. દાહોદના પૌરાણિક બાવકા શિવ મંદિર અને ચોસાલાના કેદારનાથ મંદિરે અમૃતપેય ઉકાળાનું વિતરણ મુલાકાતે આવતા નાગરિકોને કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત જિલ્લામાં અંતરીયાળ ગામો જયાં કોરોનાના કેસ નોંધાયા છે ત્યાં પણ ઉકાળા વિતરણ કરવામાં આવી રહ્યું છે. આજ રોજ લખણપુર ગામે કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતું.
#Sindhuuday Dahod

