દાહોદમાં ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલના આગમનની તૈયારીઓ વચ્ચે દાહોદના ખખડધજ ઓવર બ્રીજ પર રંગ રોગાન




દાહોદ તા.૦૩
દાહોદમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સામાજીક પ્રસંગમાં આગમન થવાનું છે અને તેમના સ્વાગત માટે તંત્ર અલગ અલગ કાર્યોમાં જોતરાયું છે ત્યારે દાહોદમાં આવેલો 50 વર્ષ જૂનો રેલવે ઓવર બ્રીજ કે જે R&B વિભાગમાં આવે છે તેની મેન્ટેનેન્સ કાર્યવાહી R&B વિભાગમાં આવે છે અને મુખ્યમંત્રીના આગમનને વધાવવા માટે તે ખખડધજ ઓવર બ્રિજમાં આવેલી રેલિંગોને રંગ રોગાન કરી નવી નકકોર બનાવવામાં આવી રહી છે પરંતુ તે રેલિંગો તુટેલી હાલતમાં પાણીની પાઇપ લાઈનથી તે રેલિંગને પકડી રાખવામાં આવી છે બીજી બાજુ નીચેથી સુપર ફાસ્ટ અને ગુડ્સ ટ્રેનો 100 કરતા વધુ ગતીએ દોડે છે અને આવા સમયે તુટેલી રેલિંગ પરથી કોઈ હાદશો બને ત્યારે તેનો જવાબદાર કોણ બીજી બાજુ રેલ્વે વિભાગના અન્ડરમાં બ્રીજ પરથી ઉતરવા અને બ્રીજ ઉપર ચડવા રેલવેના મુસાફરો માટે સિમેન્ટની સીડી બનાવવામાં આવી છે તે પણ ખખડધજ હાલતમાં છે અને જીવના જોખમે લોકો અહિયાંથી ચડ ઉતર કરી રહ્યા છે ત્યારે અહીંયા અચૂકતી કોઈ ઘટના બને અને નિર્દોષ લોકો મોતને ભેટે તેવા સમયે તેના જવાબદાર કોણે ગણવા એ વિષય નગરજનોમાં ઉપજી રહ્યો છે ત્યારે R&B વિભાગમાં આવતો આ ઝાલોદ રેલવે ઓવર બ્રીજ પર કોઈપણ જાતનું મેન્ટેનેસ કાર્ય કર્યા વગર માત્ર રંગ રોગાન કરી અને ચાર ચાંદ લગાવવામાં આવી રહ્યા છે અને સરકારી નાણાંનો દુરુપયોગ કરાઈ રહ્યો છે દાહોદ માં સ્માર્ટ સીટી અંતર્ગત કાયા પલટ કરવામાં આવે છે એ સારી બાબત છે અહીંયા બ્રીજ ઉપર લોકો રાત્રીના સમયે પરીવાર અને નાના નાના બાળકો જોડે બેસવા પણ આવે છે ત્યારે કોઈ ઘટના બને ત્યારે જવાબદાર કોણ, મોરબી પુલ હોનારત બની ત્યારે ગુજરાત સરકાર એક્શનમાં આવી અને ગુજરાતના તમામ બ્રિજોના ફિટનેશ ચેક કરવા માટે આદેશો કરવામાં આવ્યા હતા પરંતુ શું દાહોદના R&B વિભાગે આ ઝાલોદ ઓવર બ્રિજનુ ફિટનેશ ચેક કર્યું હતુંકે નહી તે પણ એક સવાલ છે અત્યારે તો R&B વિભાગ મુખ્યમંત્રીના સ્વાગત માટે ઝાલોદ ઓવર બ્રીજ ઉપર લાગેલી તુટેલી હાલતની રેલિંગોનું રીપેરીંગ કર્યા વગર માત્ર કલર ઘોટી અને રંગ રોગાન કરી શણગારવામાં આવી રહ્યું છે દાહોદની દશા અને દિશા બદલવામાં આવી રહી છે એ સારી બાબત છે પરંતુ ભંગાર હાલતમાં રહેલી વસ્તુને સોના પર સુહાગા કરવું એ કેટલી હદે યોગ્ય છે લોકોના જીવ સાથે એક પ્રકારના આ ચેડા કરાઈ રહ્યા છે ત્યારે નગરજનોની માંગ છે કે આ ઝાલોદ રેલવે ઓવર બ્રિજને શણગાર પહેલા રીપેરીંગ કરવામાં આવે અને લોકોના જીવ બચાવવામાં આવે.

