ફતેપુરાના નગરમાં મોટસાયકલ સ્લીપ ખાઈ જતા ચાલકનું મોત નિપજ્યું
દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાના ફતેપુરામાં એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં ચાલકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ફતેપુરાના કરોડીયા ગામે હોળી ફળિયામાં રહેતાં લક્ષ્મણસિંહ નવલસિંહ ચંદાણા ગત તા.૦૩ એપ્રિલના રોજ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ ફતેપુરામાંથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે લક્ષ્મણસિંહે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં અચાનક મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને જેને પગલે લક્ષ્મણસિંહને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે નજીકના દવાખાને લઈ જવામાં આવતાં જ્યાં સારવાર દરમ્યાન લક્ષ્મણસિંહનું મોત નીપજતાં આ સંબંધે ભાવનાબેન લક્ષ્મણભાઈ ચંદાણાએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

