દાહોદમાં તસ્કરોનો આતંક યથાવત્ : દાહોદ શહેરના ઉકરડી રોડ પર તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી રૂા.૬૬ હજાર ઉપરાંતની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર
દાહોદ.તા.૦૪
દાહોદ શહેરના ઉકરડી રોડ નૂર મહોલ્લા ગેટ નંબર-૨ ની સામે આવેલ ડુંગળી ફળિયામાં ગત તારીખ ૩૦-૫-૨૦૨૫થી તારીખ ૧-૬-૨૦૨૫ સુધીના સમયગાળામાં ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ રૂપિયા ૬૬,૫૦૦/-ની મત્તા ચોરી કરીને લઈ ગયાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે.
દાહોદ શહેરના ઉકરડી રોડ નૂર મહોલ્લા ગેટ નંબર-ર ની સામે ડુંગરી ફળિયામાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટ્યા હતા. અને નૂર મહોલ્લા ડુંગરી ફળિયામાં રહેતા જગદીશચંદ્ર રામેશ્વરલાલ શર્માના બંધ મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી મુખ્ય દરવાજા માટે તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં મુકેલ પેટી પલંગ પર પાથરેલ ગાદલા નીચે સંતાડીને મુકેલ રૂપિયા ૪૫,૦૦૦/-ની રોકડ તથા પતરાના બે ગલ્લા તોડી તેમાંથી રૂપિયા ૫૦૦૦/- ની રોકડ તથા જગદીશચંદ્ર શર્માની પત્ની મમતાબેનના નાકમાં પહેરવાના સોનાના કાંટા નંગ-૩ તથા છોકરી રાધિકાના કાનમાં પહેરવાની સોનાની વાળી નંગ-૧ તથા છોકરાને ગળામાં પહેરવાનાં સોનાના પેન્ડલ નંગ-૨ તથા જુના ચાંદીના છડા જાેડ-૨, પગમાં પહેરવાની ચાંદીની વીંટી નંગ-૨ મળી કુલ રૂપિયા ૬૬,૫૦૦/- ની મત્તા ચોરીને લઈ ગયા હતા. ઘરધણી જગદીશચંદ્ર શર્મા તારીખ ૧-૬-૨૦૨૫ ના રવિવારના રોજ સવારના સાડા સાતેક વાગ્યાના સુમારે પોતાના ઘરે પરત આવતા ઘરના મુખ્ય દરવાજાનું તાળું તુટેલ હાલતમાં તેમજ ઘરનો મુખ્ય દરવાજાે ખુલ્લી હાલતમાં જાેવા મળતા તેઓને ઘરમાં ચોરી થઈ હોવાનું જણાઈ આવતા તેઓએ આ સંબંધે દાહોદ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જઈ આ મામલે ઉપરોક્ત કેફિયત ભરી ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી ડોગ સ્ક્વોડ તથા એફએસએલની મદદની માગણી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

