સંજેલી તાલુકામાં સરપંચના Dj અને દેશી ઢોલ ના તાલે રમઝટ બોલાવીને 14 જેટલા ફોર્મ ભરાયા..
સંજેલી કપિલ સાધુ
સંજેલી તાલુકામાં સરપંચના Dj અને દેશી ઢોલ ના તાલે રમઝટ બોલાવીને 14 જેટલા ફોર્મ ભરાયા..
ચાકીસાણા ભામણ પંચાયતમાં ઉમેદવારો માટે 66 ફોર્મ ઉપાડ ખાતું જ ન ખુલ્યું સોમવારે ઉમેદવારી નોંધાશે તેવી અટકળો..
ડુંગરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે મંજુલાબેન ચંપકલાલ રાઠોડ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી..
કરંબામાં સરપંચ તરીકે કંકુબેન જગદીશભાઈ પરમાર દાવેદારી નોંધાવી..
ભાણપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે રઘુનાથ રાજેન્દ્રસિંહ બારીયા, તેમજ લીલાબેન રાજેન્દ્ર બારીયા દાવેદારી નોંધાવી..
ઢાળસિમળ સરપંચ તરીકે લલીતાબેન દિનેશ વસૈયા અને મોલી સરપંચ તરીકે ગીતાબેન ડામોર, કનીબેન ચારેલે દાવેદારી નોંધાવી..
જરોરમાં સરપંચ તરીકે દેવાભાઈ કાળુભાઈ, જીગ્નેશભાઈ દેવસીગભાઈ એ નોંધાવી દાવેદારી..
સંજેલી તાલુકા સેવા સદન ખાતે 6 ગ્રામ પંચાયતના સરપંચ સહીત સભ્યો અને ટેકેદારો ડીજે અને દેશી ઢોલ ના તાલે રમઝટ બોલાવીને સંજેલી તાલુકા ખાતે ઉમેદવારી માટે પહોંચતા તાલુકા સેવા સદનમાં ભારે ભીડ જોવા મળી હતી.. સંજેલી તાલુકા ની નવ ગ્રામ પંચાયતો પૈકી 7 ગ્રામ પંચાયતના ઉમેદવાર સહીત સભ્યો ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે પરંતુ ચકીસાણા અને ભામણ ગ્રામ પંચાયતના વધુ ફોર્મ ઉપાડ સામે એક પણ ઉમેદવારી ફોર્મ ન ભરાતા ચર્ચાના વિષય બન્યો હતો અને સોમવારે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારી પત્રો ભરાશે કે કેમ તેની પણ ચર્ચાએ જોર પકડ્યું છે.. ડુંગરા સરપંચ તરીકે મંજુલાબેન ચંપકલાલ રાઠોડ, રીટાબેન પ્રફુલ રાઠોડ, કરંબા સરપંચ તરીકે કંકુબેન જગદીશભાઈ પરમાર, કશ્મીરા પર્વત પરમાર ભાણપુર, સરપંચ તરીકે રઘુનાથ રાજેન્દ્રસિંહ બારીયા, લીલાબેન રાજેન્દ્ર બારીયા, ઢાળસીમળ સરપંચ તરીકે લલીતાબેન દિનેશ વસૈયા, હરસિધ્ધિ દિનેશ વસોયા, મોલી સરપંચ તરીકે ગીતાબેન ડામોર, શીતલબેન ડામોર, કનીબેન ચારેલ, જરોર સરપંચ તરીકે દેવાભાઈ કાળુભાઈ, જીગ્નેશભાઈ દેવસીંગભાઇ, નવ ગ્રામ પંચાયતની ચૂંટણી પૈકીની સાત ગ્રામ પંચાયતોમાં 20 સરપંચના ઉમેદવારો અને 93 વોર્ડ સભ્યોના ઉમેદવારોએ બે દિવસમાં ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે.જ્યારે ચાકીસણા અને ભામણ ગ્રામ પંચાયતમાં ઉમેદવારો કોકડું ગુંચવાયું હોય તેવી ચર્ચા એ જોર પકડ્યું 66 ઉમેદવારી ફોર્મ નો ઉપાડ છતાં એક પણ ફોર્મ ભરાયું નથી જ્યારે સોમવારના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારો તેમજ અન્ય બાકી રહેલી 2 પંચાયતના ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભારે ભીડ એકકી થાય તેવી પણ શક્યતા સિવાઈ રહી છે.. કેટલા ગ્રામ પંચાયતોમાં સભ્યોના ઉમેદવારોની શોધખોળમાં પડ્યા હોય તેવું અનુમાન સેવાઈ રહીયુ છે…

